PM મોદીએ નવા કૃષિ કાયદા પરત ખેંચતા સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાનું પૂર….

‘ઝૂકતી હૈ દુનિયા, ઝૂકાનેવાલા ચાહિયે’

કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાને આખરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછો ખેંચી લીધો છે. બીજી બાજુ પીએમ મોદીના એલાન બાદ સોશિયલ મીડિયા પર રિએક્શન પૂર આવ્યું છે. કોઈ આ નિર્ણયને ચૂંટણી સાથે જોડી રહ્યા છે તો કોઈ માસ્ટરસ્ટ્રેક ગણાવી રહ્યા છે.

હકિકતમાં ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ ના પ્રસંગ પર દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. સાચા મનથી કહ્યું છે કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કમી રહી રહી હતી. અમે અમારી વાત કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી નથી શક્યા. આજે ગુરુનાનકજીના પ્રકાશ પર્વ છે. આજે હું સમગ્ર દેશને અ જણાવવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અમે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાના સંવૈધાનિક પ્રક્રિયાને જલ્દી શરુ કરીશું.

પીએમ મોદીના આ એલાન બાદ સોશિયલ મીડિયામાં રિએક્શનનું પુર આવ્યું છે. એક યુઝર્સે ટ્વીટર પર લખ્યું કે પેટા ચૂંટણીની હારે મોદીજીને ઘણું શીખી ગયા. પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટાડ્યા. હવે 3 નવા કૃષિ કાયદા પાછા લેવા પડ્યા, ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિએ.

ભક્ત કહે છે મોદી નથી ઝૂક્તા
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિએ

યુપીમાં ચૂંટણીની હારને જોતા 3 કુષિ કાયદાને પાછા લીધા છે

શહીદ ખેડૂતોને શ્રધ્ધાંજલિ

ત્યારે એક યુઝરે લખ્યું કે કૃષિ આંદોલનમાં શહીદ થયા 700 થી વધારે ખેડૂતોને નમન, તમારી કુર્બાની વ્યર્થ નથી ગઈ. મોદીએ આખરે ઝૂકવુ પડ્યું. એક્તા જિંદાબાદ, ઈન્કલાબ જિંદાબાદ.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી