દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોન Jio Phone Nextની આ તારીખે થશે ધમાકેદાર એન્ટ્રી

Reliance Jioનો દિવાળી ધમાકો!

દેશ- એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની Reliance Jio દિવાળી તેહવાર પર યુઝર્સને શાનદાર ભેટ આપશે. એક રીપોર્ટ પ્રમાણે સૌથી સસ્તા 4G Smartphone Jio Phone Nextની રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. Jio Phone Next કંપની 4 નવેમ્બરે લોન્ચ કરશે. નોંધનીય છે કે, 10 સપ્ટેમ્બરે ફોનનું વેચાણ શરૂ થવાનું હતું પરંતુ કમ્પોનેન્ટની કમીને કારણે તારીખને દિવાળી 2021 સુધી આગળ વધારી દેવામાં આવી

JioPhone Next મોબાઈલ અંગે કંપનીએ પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે તે સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હશે. જોકે, કિંમત લોન્ચના દિવસે જ જાહેર કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તે મુજબ આ સ્માર્ટફોનની કિંમત 5 હજાર રૂપિયાથી ઓછી હશે. આ સ્માર્ટફોનને Google અને Qualcomm જેવી ટેક જાયન્ટ્સ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે.

Jio Phone Next Features
ડિસ્પ્લેની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 720×1440 પિક્સલ રિઝોલ્યૂશનની સાથે એચડી પ્લસ ડિસ્પ્લે, સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ એન્ટ્રી-લેવલ ફોનમાં સ્નેપડ્રેગન 215 પ્રોસેસરની સાથે 2 જીબી રેમ આપવામાં આવી શકે છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 11 (ગો એડિશન) પર કામ કરે છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી