વર્ષ બદલાયું… જીવન પણ  બદલાઈ ગયું, રે કોરોના!

‘હજુ પણ તે દિવસો અંગે વિચારું કે યાદ કરું તો મને આધાત જ લાગે..’

એક વર્ષ અને જીવન બદલાઈ ગયું એવું દુનિયામાં જવલ્લે જ બનતું જોવા મળતું હોય છે અને આ જ પ્રકારનો અનુભવ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પીટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડોક્ટર જે.વી.મોદીના પરિવારે અનુભવ્યો છે. ડોક્ટર જે.વી.મોદીનો આજે  જન્મદિન છે ત્યારે તેમણે છેલ્લાં એક વર્ષ દરમિયાન પસાર કરેલા જીવનના પાસાઓ અને અનુભવ પર તેમની પત્નીએ જ પોતાના શબ્દોમાં વર્ણન કર્યું છે. કોરોના મહામારી વચ્ચે પસાર થયેલું એક વર્ષ જેમાં સમગ્ર જીવન બદલાય ગયું.

કોરોના મહામારીની અતિસંવેદનશીલ પીક જેમાં મારા ઘરની શાંતિ અચાનક હણાય ગઈ અને અમારું જીવન જુરાસિક પાર્ક જેવું બની ગયું  હોય તેવી અનુભૂતિ થતી. હજુ પણ તે દિવસો અંગે વિચારું કે યાદ કરું તો મને આધાત જ લાગે છે.

મારા પતિને અચાનક જ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના વડા બનાવવામાં આવ્યા હતા અને તેમના શિરે અચાનક જ ભારેખમ જવાબદારી આવી પડી હતી.ત્યારે કોરોના મહામારી અંગે દુનિયામાં કોઈ અજાણ ના હતું. સોશિયલ મીડિયા પર લોકો અચકાઈ અને ગભરાતા ગભરાતા વિડીયો અપલોડ કરતા હતા .  કોરોના મહામારીની અતિસંવેદનશીલ પરિસ્થિતીઓ વચ્ચે ડોક્ટર જે .વી. મોદીને તાજ સોંપવામાં આવ્યો હતો.  જેને તેમણે માનવીય અભિગમ સાથે પોતાની ફરજ સમજી સહર્ષ સ્વીકાર્યો હતો.ત્યારે તેમણે મને એક વાકય કહ્યું હતું કે, હું જાણતો નથી કે હું જીવતો રહીશ  કે જીતીને આવીશ પરંતુ ૧૯ વર્ષના લગ્ન જીવન દરમિયાન મેં તને ઘણી ખુશીઓ આપી છે હવે તું મને એક વર્ષ માનવતાની સેવા માટે આપ. કારણ કે હાલના મહામારીના સમયમાં હું માત્ર ડોક્ટર જ છું ત્યારે મારી પાસે તેમને ત્યાં જવા દેવા સિવાય કોઈ વિકલ્પ પણ ના હતો પરંતુ મારી દિમાગમાં સ્પષ્ટ હતું કે તેમને કઈ થશે નહિ અને તેઓ સરકારે આપેલા પડકારને પાર પાડીને જ આવશે કારણ કે અમે હમેશા લોકોના સારા અને ભલા માટે જ કામ કર્યું છે જેના થકી આમને લોકોના આશીર્વાદ અને શુભેચ્છાઓ જ મળી છે.

તેઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સોંપેલી ફરજ પર હાજર થઇ ગયા હતા અને સીધા જ તત્કાલીન ૧૨૦૦ બેડની હોસ્પિટલ પહોંચી ગયા હતા.તે સમયે ત્યાં કોઈ જવા તો ઠીક કોઈ સારવાર લેવા માટે પણ અંદર જવા તૈયાર ના હતું. ત્યાં જઈ તેમણે પહેલા લોકોને આશ્વાસન આપ્યું અને માનસિક રીતે મજબુત કરવાનું શરુ કર્યું હતું. તેમજ એક ટીમ તરીકે કાર્ય કરવા સુચન કર્યું હતું.તેમણે કુશળતા ધરાવતા લોકોની ઓળખ કરીને એક હકારત્મક સફર શરુ કરી હતી.
જયારે સિવિલ હોસ્પિટલને કથિત સ્મશાન ગૃહ તરીકે લોકો ગણાવવા લાગ્યા હતા ત્યારે તેમની સંસ્થા પ્રત્યે તેમની કામ કરવાની મનોવૃત્તિ વધારે દ્રઢ અને હકારત્મક દિશામાં તરફ  જતી હતી.રાત દિવસ જોયા વિના તેમજ થાક્યા વિના લોકોની સારવાર પ્રત્યે જ ધ્યાન આપી રહ્યા હતા. તેઓએ એક મહિના દરમિયાન હું કહું તો પ્રતિ દિન માત્ર બે કલાક જ સુઈ જતા હતા. અમુક વખતે મને લાગતું કે હું તેમણે ગુમાવી દઈશ કારણ કે બીજી બાજુ મારા મોટો પુત્ર ૧૨ સાયન્સમાં હતો અને નીટની તૈયારીઓ કરી રહ્યો હતો, તેના અભ્યાસની ચિંતા મને કોરી ખાતી હતી. કારણ કે તેની કારકિર્દી દાવ પર લાગેલી હતી.જો કે આવા કઠણાઈ વાળા અને દુઃખદાયક ગાળામાં પણ હું હકારાત્મક અભિગમ અપનાવી સતત સકારાત્મક જ વિચાર કરતી હતી.જો કે રોજ કઈ ને કઈ અવરોધ  અને પડકાર જીવનમાં ઉભા થઇ જતા હતા.એક હજુ તો પૂરું ના થયું હોય અને બીજી  આશ્ચર્યજનક બાબત રાહ જ જોતી હોય એવું બનતું હતું.

એક મહિનાની અંદર અમે કોરોના પોઝીટીવ  થયા હતા ત્યારે તેઓ પોતાના આરોગ્ય પ્રત્યે પણ બેદરકાર બનેલા જોવા મળ્યા હતા કારણ કે બીમારીની સારવાર માટે કોઈ દવા શોધાય ના હતી.તેઓ માટે લોકોને બચાવવા માટે  અને સ્થિતિનો સામનો કરવા લડાઈ લડી રહ્યા હતા.
આપણે કહીએ છીએ કે જયારે કઈક કરવાનું  નીર્ધારીએ છીએ ત્યારે તેને પૂર્ણ કરવાની હિંમત એટલે કે શક્તિ પણ ભગવાન રહેમત તરીકે જ આપતાં હોય છે.તેમણે તે કરી પણ બતાવ્યું તેઓએ ફરજ નિભાવતા નિભાવતા જ કોરોનાને માત આપી હતી. જો કે એક બીજું આશ્ચર્ય અમારા માટે તૈયાર જ હતું કારણ કે બે મહિનાની અંદર જ તેમને ચિકનગુનિયા થઇ ગયો હતો ત્યારે તેઓ સરખી રીતે ચાલી પણ શકતા ના હતા.છતાં તેમણે એક પણ દિવસ રજા લીધા વિના કામગીરી ચાલુ જ રાખી હતી કારણ કે તેમનું માનવું હતું કે તેઓ ઘરે બેસી જશે તો તેમણે બનાવેલી ટીમ તૂટી જશે અને હકારત્મક કામ અને દર્દીઓ માટે યોગ્ય દિશામાં કામ  નહિ થઇ શકે પરંતુ અમે કહેતા હતા કે આ તમામ બાબતની પૂર્ણાહતિ એટલે કે એન્ડ સારો જ આવશે અને અંતે તેઓ ગુજરાતને કોરોના મહામારીથી બહાર લાવી સફળ પુરવાર થયા હતા અને જેને હાંસલ કરવામાં સરકાર સહીત સૌ કોઈની મદદ મળી હતી તે પછી આરોગ્ય કર્મચારી હોય કે પછી તેમની ટીમના ડોક્ટર. આજે અમે સુરક્ષિત છીએ અને તેમણે અન્ય લોકો માટે એક દાખલો પણ બેસાડ્યો છે કે ડરવું નહિ કારણ કે ડોક્ટર માનવતા માટે જ કામ કરે છે.

જયારે લોકો ઘરે બેસીને પણ થાકી ગયા હતા ત્યારે અમારું પરિવાર કોરોના સામેની લડાઈમાં અગ્રીમ હરોળમાં ઉભું હતું . આ ફોટો જયારે તેઓ અસ્વસ્થ હતા ત્યારનો છે અને તેઓ હજુ પણ કામ કરી રહ્યા છે વર્ષ 2020 અમારા જીવનનું સૌથી ભયાવહ વર્ષ હતું.

 71 ,  1