પ્રેમીકાને મળવા યુવક રાત્રે 1 વાગ્યે તેના ઘરે પહોંચ્યો, જાણો પછી શું થયું ?

ઉંઘમાંથી ઉઠેલી માતાએ રાત્રે આવવાનું કારણ પૂછતા મારા મારી કરી વ્હિકલ તોડ્યા

ગોમતીપુર પોલીસે પ્રેમી અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધી તપાસ આદરી

પ્રેમમાં પાગલ બનેલ પ્રેમી રાત્રે 1 વાગ્યે પોતાની પ્રેમીકાને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો. જો કે, પ્રેમી અને તેનો સાગરીત પ્રેમીકાને મળી રહ્યાં હતા ત્યારે તેની માતા જાગી ગઇ હતી. જેથી માતાએ પ્રેમીને આટલી રાત્રે ઘરે મળવવા આવવાનું પુચ્છા કરી હતી. ત્યારે પ્રેમી ઉશ્કેરાયો હતો અને પ્રેમીકાની માતાને ફટકારી હતી અને ત્યાંથી ભાગ્યો હતો. ભાગતા ભાગતા પ્રેમી અને તેના સાગરીતે રસ્તામાં જેટલા વાહનો આવ્યા તેમને પાડી નુકશાન પહોંચ્યાડ્યું હતું ઉપરાંત એક લારી પણ ઉંધી પાડી તોડી નાંખી હતી. આ મામલે પ્રેમીકાની માતાએ બે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રેહાનાબાનુ તેમની દિકરી સોનમ(ઓળખ છુપાવા બન્ને નામ બદલ્યાં છે) સાથે રહે છે અને ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 19મીના રોજ રાત્રે 1 વાગ્યે સોનમને મળવા માટે તેનો બોયફ્રેન્ડ નવાઝ શેખ અને અન્ય એક યુવક આવ્યા હતા. ત્યારે રેહાનાબાનુ ઘરમાં આરામ કરી રહ્યાં હતા. અવાજ આવતા તેમણે નાઝનને આટલી રાત્રે સોનમને મળવા આવવાનું કારણ પુછા નવાઝે ગાળો આપી હતી અને ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે ઝઘડો કરવા ના પાડતા ઉશ્કેરાયેલા નવાઝે ઝપાઝપી કરી હતી.

આ દરમિયાન બુમાબુમ થતા નવાઝ અને તેનો સાગરીત ચાલીમાં ભાગવા લાગ્યો હતો. ત્યારે તે રસ્તામાં પાર્ક કરેલા ટુ વ્હીલર, લારીઓ ઉંધી પાડી દીધી હતી. તેણે રસ્તામાં લારી અને ટુ વ્હીલર થઇ ચારથી વધુ વ્હીકલને નુકશાન પહોંચાડ્યું હતું.

આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારે અંધારામાં નવાઝ અને તેનો સાગરીત પલાયન થઇ ગયા હતા. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આ મામલે સોનમની માતાએ નવાઝ અને તેના સાગરીત સામે મારા મારી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર