અમદાવાદ : મહિલાએ ખોટી અફવા ન ફેલાવવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો, માર મારી અડપલાં કર્યા

વટવા GIDCમાં મહિલા અને ભાગીદાર વચ્ચે લફરુ હોવાની અફવા ફેલાવતો હતો યુવક

વટવા જીઆઈડીસીની એક ફેક્ટરીની મહિલા ભાગીદારની બીજા ભાગીદાર સાથે લફરુ હોવાની ખોટી અફવા યુવક ફેલાવી રહ્યો હતો. આ અંગે મહિલાને જાણ થતા તેણે યુવકને અફવા ન ફેલાવા કહ્યું હતું. જો કે, ઉટલા ચોર કોતવાલ કો દાટેની નિતી અપનાવી યુવક મહિલા પર ઉશ્કેરાયો હતો અને તેને ફટકારી અડપલાં પણ કર્યા હતા. આ અંગે મહિલાએ વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડામાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં પ્રોટીન પાવડર બનાવવાની ફેક્ટરી ભાગીદારીમાં ચલાવતા 53 વર્ષીય આધેડ મહિલા શુક્રવારે તેમની ફેક્ટરીમાં ગયા ત્યારે તેમની ફેક્ટરીમાં કામ કરતો બિપીનભાઈ ગોહીલ ફેક્ટરીના સ્ટાફને કહેતો હતો કે, 53 વર્ષીય મહિલા અને અન્ય ભાગીદારનું લફરુ ચાલે છે. આ વાત મહિલાએ સાંભળી હતી જેથી તેણે બિપીનભાઈને ખોટી વાતો ન ફેલાવવા કીધુ હતુ. જેથી બિપીનભાઈ ઉશ્કેરાઈ ગયો અને મહિલા સાથે શારીરીક અડપલા કરવા લાગ્યો હતો. મહિલાએ બિપીનભાઈને ધક્કો મારી તેનાથી દૂર કર્યો હતો ત્યારે બિપીને કંપનીમાંથી લાકડના દંડો લાવી મહિલાને મારઝુડ કરવા લાગ્યો હતો અને અડપલાં પણ કર્યા હતા.

આ સમયે બુમાબુમ થતા ફેક્ટરીમાં કામ કર્તા કર્મચારીઓ વચ્ચે પડીને મહિલાને વધુ મારમારવાથી બચાવી હતી. ત્યારબાદ મહિલાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બિપીન ગોહીલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર