રસીકરણ માટે નવતર પ્રચાર પ્રયોગ માટે યુવકનુ થયું સન્માન

AMC કમિશ્નરે જગદીશ શાહને કહ્યું વેલ્ડન… લગે રહો

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે કોરોના સામે જંગ જીતવા માટે વેક્સીન જ એકમાત્ર હથિયાર છે. જોકે, પરંતુ લોકો હજી પણ રસી લેવા જાગૃત થયા નથી અને ગમે તે કારણોસર ટાળી રહ્યા છે જેને પગલે એક અમદાવાદી યુવકે વેક્સીનેશન માટે કરેલી પહેલ રંગ લાવી છે. લોકોને રસ્તા પર વેક્સીન લેવા માટે બૂમો પાડનાર અમદાવાદી યુવકનું મ્યુનિસિપલ કમિશ્નરે મુકેશ કુમાર દ્વારા સન્માન કરાયુ છે.

નોંધનીય છે કે, 17 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનો આરોગ્ય કર્મચારી વેક્સીન લેવા લોકોને અપીલ કરી રહ્યો હતો. આ કર્મચારીની અપીલ એટલી સચોટ હતી કે, તેના આ અનોખા અંદાજનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ લોકોએ આ કર્મચારીના વખાણ કર્યા હતા. વેક્સીન લેવા રસ્તા વચ્ચે બૂમો પાડનાર જગદીશ શાહ પાલડી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી છે. જેમણે 18 સપ્ટેમ્બરના રોજ વેક્સીન લેવા માટે રસ્તા પર બૂમો પાડી હતી. ત્યારે અમદાવાદના મ્યુનિસિપલ (AMC) કમિશનર દ્વારા જગદીશ શાહનું આ પ્રશંસનીય કામગીરી માટે સન્માન કરાયુ છે.

‘ચલો ભાઈ, વેક્સીન…. વેક્સીન…. કોરોના વેક્સીન… પહેલો ડોઝ… બીજો ડોઝ… જીવ બચવાની વેક્સીન…’ આ શબ્દો શાહે જગદીશ શાહે અમદાવાદના રસ્તાઓ પર બૂમો પાડી હતી. જેની નોંધ અનેક નાગિરકોએ લીધી હતી. લોકોએ જગદીશ શાહના આ અંદાજના વખાણ કર્યા હતા.

વેક્સીન અવેરનેસ લાવીને સોશિયલ મીડિયા પર ફેમ મેળવનાર જગદીશ શાહના આ પ્રકારની સ્ટાઈલ પાછળ એક દર્દનાક કહાની છે. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન તેમણે પોતાના પિતા ગુમાવ્યા હતા. મારા માટે એ દિવસ દુખદ હતો. તેથી મેં વિચાર્યું કે, મારી જેમ કોઈ બીજુ પોતાના સ્વજનને ન ગુમાવે. તેથી મારી ફરજ દરમિયાન મેં લોકોને આ રીતે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. મારી મહેનત રંગ લાવી તેની મને ખુશી છે. મારો વીડિયો જોયા બાદ અનેક લોકો વેક્સીન લેવાયા પ્રેરાયા હતા, તે જાણીને મને ખૂબ આનંદ થયો.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી