યુવતિએ 181ને ફોન કરીને કહ્યું – મારે આપઘાત કરવો છે, પછી ફોન કર્યો સ્વીચ ઓફ

પતિ યુવતીને બાળકી સાથે ઘરમાં પૂરી રાખીને માર મારતો

19 વર્ષીય યુવતી બમણી ઉમરના યુવકે લગ્ન કર્યા જો કે યુવક અગાઉ પરણિત હતો તેની જાણ યુવતીને કરી ન હતી. યુવતીને આ અંગેની જાણ થતા યુવક તેની સાથે મારઝુડ કરતો અને ઘરમાં પુરી રાખતો હતો. જેથી યુવતીને અવાર નવાર આપઘાત કરવાનો વિચાર આવતો દરમિયાન યુવતીએ 181ને ફોન કરી ઘટનાની જાણ કરતા 181ની ટીમે યુવતીનું કાઉન્સીલીંગ કરી સંબંધ ન રાખવા કહી સમાધાન કરાવ્યુ હતુ.

મુળ ઉત્તરપ્રદેશની અને હાલ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને તેનાથી બમણી ઉંમર ધરાવનાર વ્યક્તિએ અપરણિત હોવાનું કહીને લગ્ન કરી લીધા હતા. જો કે લગ્ન બાદ યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. દરમિયાન પતિ અગાઉ પરણિત છે અને પહેલી પત્નીના બે બાળકો હોવાની જાણ યુવતીને થઈ હતી. જેથી આ અંગે યુવતીએ તેના પતિની પુછપરછ કરી ત્યારે પતિએ મારઝુડ કરી યુવતીની તેની બાળકી સાથે ઘરમાં પુરી રાખતો હતો. તથા માત્ર શારીરીક સુખ માણવા માટે જ યુવતી પાસે આવતો હતો અને મારઝુડ કરતો હતો. બીજી બીજુ પહેલી પત્ની તથા બાળકો સાથે પણ વાતો કરતો હતો. યુવતી તેની 6 માસની બાળકી સાથે ઘરમાં રહેતી અને બધુ સહન કરતી હતી. યુવતીને તેનો પતિ ઘરની બહાર જવા દેતો ન હતો અને અવાર નવાર ત્રાસ આપતો હતો જેથી યુવતીને આપઘાત કરી લેવાનો ખ્યાલ અવાર નવાર આવતો હતો. દરમિયાન અચાનક યુવતિએ 181ને ફોન કરી મારે આપઘાત કરવો છે તેમ કહીને મદદ માંગી હતી. 181ની ટીમે યુવતીનું કાઉન્સીલીગ કરી સંબંધ ન રાખવા કહી સમાધાન કરાવ્યુ હતું.

યુવતીએ 181ની ટીમને જણાવ્યુ હતુ કે, મારા પતિની ઉંમર 40 વર્ષની છે અને મારી ઉંમર 19 વર્ષની છે પતિએ જાણ કરી ન હતી કે તે અગાઉ પરણિત છે મને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા હતા. જો કે પતિ અગાઉથી પરણિત હોય અને તેમની પત્ની અને બે દિકરા હોવાનું જાણવા મળતા યુવતીને છેતરપીંડી કરી લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.

પતિએ યુવતીને જણાવ્યુ હતુ કે હું મારી પહેલી પત્ની સાથે સંબધ રાખી મારા બાળકોને મળવા પણ જઈશ તું શુ કરી લઈશ. તેમ કહીને ઘરમાં પુરી રાખતો હતો. જેથી યુવતી ઘરની બહરા પણ નીકળી શકે તેમ ન હતી. અવાર નવાર યુવતીને આપઘાત કરવાનો વિચાર આવતો હતો પરંતુ તેની 6 માસની દિકરીને જોઈને વિચાર માડી વાળતી હતી. પરંતુ રોજ બરોજના ત્રાસથી તેણે આપઘાત કરવાનું નક્કી કર્યુ તે પહેલા તેણે 181માં ફોન કર્યો હતો.

યુવતીએ 181માં ફોન કરી જાણ કરી ત્યારબાદ તેનો પતિ ઘરે આવી ગયો હતો જેથી ફોન સ્વીચઓફ કરી દીધો હતો. ત્યારબાદ 181ની ટીમે સ્થળ પર પહોંચી જો કે ફોન સ્વીચ ઓફ હોવાથી યુવતી કયા ઘરમાં રહે છે તેની કોઈ જાણ ન હતી. આસપાસના લોકોને પુછપરછ કરતા કોઈ જાણ થઈ ન હતી. જેથી 181ની ટીમે દરેક ઘરે પુછપરછ કરીને યુવતીના ઘર સુધી પહોંચી હતી. ત્યારબાદ યુવતીનું કાઉન્સીલીગ કર્યુ હતુ.

 33 ,  1