Video : ટ્રાફિક સિગ્નલ તોડનાર યુવતી માંડ માંડ બચી…

‘સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.. આપ પોતે જ જુઓ..’

વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. એક યુવતીના સિગ્નલ ક્રોસિંગનો વીડિયો પોસ્ટ કરીને આ રીતે રોડ ક્રોસ કરવો કેટલુ જોખમી છે તે માટે સાવધાન કર્યાં છે.   

વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો છે. આ વીડિયો ટ્રાફિક સિગ્નલ અવેરનેસ લાવવા માટે મૂકાયો છે. જેમાં બતાવાયુ છે કે, સિગ્નલ તોડવુ કેટલુ ભયજનક હોઈ શકે તેની જાગૃકતા માટે વીડિયો શેર કર્યો છે. યુવતી ચાર રસ્તા પર સિગ્નલ તોડી રસ્તો ક્રોસ કરતાં સમયે કાર સાથે ટકરાઈ હતી. વડોદરા પોલીસે વીડિયો શેર કરીને લખ્યુ છે કે, ‘સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.. આપ પોતે જ જુઓ..’

જોકે, આ વીડિયોમાં એક યુવતી જે રીતે રસ્તો ક્રોસ કરી રહી છે તે હાસ્યાસ્પદ છે. વાહનો સિગ્નલ પર ઉભા હોવા છતા યુવતી કારમાં ધસી જાય છે. 

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી