પ્રેમમાં દગો મળતા યુવતીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટ વાંચી રડી પડશો

હાલોલમાં વિદ્યાર્થીનિએ કેનાલમાં મોતની છલાંગ લગાવી, પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

‘ટાઈમ પાસ અને હવસ પૂરી કરવા માટે કોઈ ગર્લ્સની લાઈફ ઓવર ના કરશો, પ્લીઝ…’

હાલોલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિએ કેનાલમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રેમપ્રકરણમાં વિદ્યાર્થીનિએ જીવન ટુંકાવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રેમીએ દગો કરતા આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે આ મામલે પોલીસે પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલના કોપરેજ ગામની વિદ્યાર્થીનીએ સ્યૂસાઈડ નોટ લખીને કેનાલમાં પડતું મૂક્યું છે. કાલોલના શક્તિપૂરા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી લાશ મળી આવી હતી. કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન વિદ્યાર્થીની લાશ શક્તિપુરા કેનાલ પાસે મળી આવી છે. આ વિદ્યાર્થીનિ બે દિવસથી ગુમ હતી.

વિદ્યાર્થીનિ એમએન્ડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. થોડા સમય પહેલા તેની ઈન્ટર્નશિપ માટે તે બહાર ગઈ હતી. વિદ્યાર્થીનિને ગામના જ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે જ્યારે ઈન્ટર્નશિપ કરીને વતનમાં આવી ત્યારે તેના પ્રેમીને બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેવું તેને લાગ્યું. પ્રેમીએ તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. તેથી પ્રેમમાં દગો થતા લાગી આવ્યું હતું અને તેને કેનાલમાં પડતુ મૂક્યું હતું. યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી માતાપિતાને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા. પ્રેમીએ અનેકવાર શરીર સુખ માણી છોડી દઈ અને મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું. તેણે એક વોટ્સએપ ગ્રૂપમાં સાત પાનાની સ્યૂસાઈડ નોટ મૂકી હતી. જેમાં તેણે પોતાના પ્રેમપ્રકરણની તમામ માહિતી લખી છે. કાલોલ પોલીસે પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 281 ,  1