પાલનપુરમાં ફરી બળાત્કારની ઘટના..! સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે આચર્યું દુષ્કર્મ

અડધી રાતે ઘરમાં ઘુસી આરોપી યુવકે સગીરાને પીંખી નાખી..

પાલનપુર શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પર એક નરાધમે ધાક ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. હવસનો શિકાર બનાવ્યા બાદ પણ આરોપી અવાર નવાર સગીરાને હેરાન પરેશાન કરતો હતો. જો કે આખરે સગીરા તંગ આવી આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. તો બીજી તરફ પાલનપુર શહેર પૂર્વ પોલીસે આરોપી મોન્ટુ બાયડ નામના યુવક સામે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરાની ફરિયાદ મુજબ, પાલનપુરમાં રહેતી ધોરણ 12માં સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા આઠ મહિલા પહેલા આરોપી મોન્ટુ રમેશભાઇ બાયડના સંપર્કમાં આવી હતી. પિતાના પાર્લર પર આરોપી મોન્ટુ સીગારેટ પીવા માટે રોજ આવતો હતો. આ દરમિયાન સિગારેટના બહાને મોન્ટુ સગીરા સાથે ફોસલાવીને વાતચીત કરતો હતો.

સગીરાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આજથી ચાર મહિલા પહેલા સગીરા રાત્રિના સમયે અભ્યાસ કરતી હતી તે દરમિયના 11 વાગ્યો મોન્ટુ તેના ઘરે આવ્યો હતો. જો કે સગીરાને માતાનું કામ હશે તેમ જાણી માતાને બોલાવાનું કહેતા આરોપીએ ના પાડી હતી. અભ્યાસને લગાત કામ હોવાનું કહી મોન્ટુ ઘરમાં પ્રવેશ્યો હતો. અને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. સગીરાને ફોસલાવી ગુપ્તાંગ તેમજ છાતી પર હાથ ફેરવવા લાગ્યો હતો. જો કે સગીરાએ આ ગંદી હરકતનો વિરોધ કર્યો તો આરોપીએ બદનામ તેમજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.

ધમકી અને બદનામને કારણે સગીરા ચૂપ રહી ગઇ હતી. અને આ ઘટનાની જાણ કોઇને કરી નહીં. તો બીજી તરફ આરોપી અવાર નવાર સગીરાને પરેશાન કરી પજવણી કરતા હતો. જો કે આખરે આરોપીથી તંગ આવી સગીરાએ પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી, છેડતી તેમજ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.

હાલ આ મામલે પાલનપુર શહેર પૂર્વ પોલીસે આરોપી મોન્ટુ બાયડ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારનાર સાવકો પિતા જેલમાં ધકેલાયો

હજુ ગત 24મી ઓક્ટોબરે બનાસાકાંઠામાં સાવકી દીકરી પર પિતાએ જ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. 13 વર્ષીય સગીર દીકરીને પિતાએ હવસનો શિકાર બનાવી હતી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ થતાં હવસખોર પિતા ફરાર થઈ ગયો હતો. જો કે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

પાલનપુર તાલુકાના કરજોડા ગામે ભાડાના મકાનમાં રહેતો શખ્સ તેની 13 વર્ષની પુત્રી ઉપર એક માસથી દુષ્કર્મ ગુજારતો હતો. જોકે, ત્રાસ સહન ન થતાં આ સગીરાએ મકાન માલિકના પરિવારની વૃધ્ધાને વાત કરી હતી. આથી તેણીએ 181 અભિયમને જાણ કરાવતાં કાઉન્સેલર જીનલબેન પરમાર ટીમ સાથે જઇ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસ ખુદ ફરિયાદી બની આરોપીની ધરપકડ કરી હતી.

દરમિયાન તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તે નેગેટિવ આવતાં રવિવારે કોર્ટમાં રજુ કરાયો હતો. આ અંગે તપાસકર્તા એસ.સી. એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પંડયાએ જણાવ્યું હતું કે, ‘આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો. જોકે, પોલીસ પાસે તેના કૃત્યના પુરાવા હોઇ કોઇ રિમાન્ડ માંગવામાં આવ્યા ન હતા. જેથી કોર્ટે આરોપીને પાલનપુર સબ જેલમાં મુકવાનો આદેશ કર્યો હતો.’

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર