સુરત : તાપી કાપોદ્રા બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ શરૂ

કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મુક્યું, ફાયરવિભાગે શોધખોળ હાથ ધરી

સુરતમાં આજે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. તાપી નદી પર કાપોદ્રા બ્રિજ પરથી એક યુવાને મોતની છલાંગ લગાવી દીધી હતી. યુવક માનસિક રીતે બિમાર હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ફાયર વિભાગને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી.

વિગત મુજબ, કાપોદ્રા વિસ્તારમાં ગુલાબ મધુભાઈ પાટીલ(ઉ.વ.26) પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. દરમિયાન આજે બાઈક લઈને આવ્યા બાદ કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયો હતો. બ્રિજ પરથી જતા લોકોએ ફાયર વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

હાલ તાપી નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે, નદીમાં પાણીનો પ્રવાહ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર