ગોમતીપુર પોલીસ પર યુવકે લગાવ્યા ગંભીર આરોપ, માર મારતા લઇ ગયા મથકે, ખોટા કેસમાં અંદર કરી દેવાની આપી ધમકી  

માસ્કને લઇ પોલીસકર્મીઓએ યુવકને બેરહેમીથી માર માર્યો હોવાનો આરોપ

અમદાવાદમાં માસ્કના દંડને લઈ રોજ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ વધી રહ્યાં છે. ક્યારેક પ્રજા તો ક્યારેક પોલીસકર્મીઓ ગુંડાગર્દી પર ઉતરી આવતા હોય છે. તાજો મામલો નવરંગપુરામાં એક પોલીસકર્મીએ માસ્કને લઇ મહિલાને લાફા મારે છે. જો કે આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં તાત્કાલિક ડીસીપીએ સસ્પેન્ડ આદેશ આપી દીધા હતા. ત્યારે ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યારે વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં ગોમતીપુર વિસ્તારમાં માસ્કને લઇ પોલીસે યુવકને બેરહેમીથી માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ યુવક એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
ગોમતીપુર વિસ્તારમાં પોલીસકર્મીઓએ રસ્તા પર જતાં એક યુવકને રોકીને તમે માસ્ક કેમ નથી પહેર્યું કહીને દંડ ભરવાનું કહ્યું હતું. જો કે અહીં બોલાચાલી શરૂ થતાં પોલીસકર્મીઓ યુવકને માર મારતા પોલીસ ચોકીમાં લઈ ગયા હતા. યુવકે ચહેરા પર રૂમાલ બાંધેલો હતો. પરંતુ રૂમાલ નાક નીચે હોવાથી પોલીસે યુવકને અટકાવી મેમો ભરવાનું કહ્યું હતું. યુવકે દંડ ભરવાનું ના કહેતા પોલીસકર્મીઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને યુવક સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે.
 
ઘટનાની વિગત મુજબ, મેમ્કો વિસ્તારમાં આવેલ હીરાવાડીમાં રહેતો યુવક ચંદ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી ગોમતીપુર કાળીદાસ ચાર રસ્તા પાસે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન ગોમતીપુર મથકના પોલીસકર્મીઓએ યુવકને રોકી માસ્ક નહીં પહેર્યું તેમ કહી દંડ ભરવાનું કહ્યું હતું. જો કે યુવક ચંદ્રસિંહે ચહેરા પર રૂમાલ ઢાંકેલો હતો. રૂમાલ ચહેરા પરથી નીચે સહેજ સરકી ગયો હતો. આ દરમિયાન ‘માસ્ક પહેર્યું છે શાનો દંડ…’ એટલું કહેતા પોલીસકર્મીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ત્રણથી ચાર લાફા યુવકને ઝીકી દીધા હતા. યુવકે આરોપ લગાવ્યો હતો કે પોલીસકર્મીઓ સમક્ષ વિનંતી કરવા માર મારવાનું ચાલું રાખ્યું હતું. એટલું જ નહીં ખોટા કેસમાં અંદર કરી દેવાની ધમકી આપી, માર મારતા પોલીસ મથકે લઇ ગયા હતા.
 
યુવક ચંદ્રસિંહે આરોપ લગાવ્યો હતો કે, મથકે લઇ ગયા બાદ પોલીસકર્મીઓએ પૈસાની માંગણી કરી હતી. જો કે યુવક પાસે 500 રૂપિયા હતા. પોલીસકર્મીઓએ પૈસાની માંગણી કર્યા બાદ યુવક સામે ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં પરિવાજનોએ જામીન પર યુવકને લઇ જઇ એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. આ મામલે પરિવાજનોએ માર મારનાર પોલીસકર્મીઓ સામે પગલા ભરવા માંગ કરી હતી.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર