યુવકે નીતિન પટેલને કહ્યું – મારે એક દિવસ માટે ગુજરાતના CM બનવું છે, ઓડિયો ક્લિપ વાયરલ

એક દિવસના CM બનવાની ઈચ્છા, નાયક ફિલ્મની જેમ કરવું છે કામ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હેબતપુરાના યુવક સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં યુવક પોતાનું નામ લાલજીભાઈ હોવાનું જણાવી રહ્યા છે અને તેઓ એક દિવસના મુખ્યમંત્રી બનવવા માંગતા હોવાનું જણાવી રહ્યા છે. યુવકની વાત સાંભળીને નીતિન પટેલ ખડખડાટ હસી પડ્યા હતા.

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ધોલેરાના હેબતપુરના લાલજીભાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો. આ વ્યક્તિએ ફોન કરીને ગુજરાતના એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી. લાલજીભાઈએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને કહ્યું કે મારે એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે.

વાયરલ ક્લિપમાં લાલજી ભાઈએ નાયબ મુખ્યમંત્રીને તાજેતરમાં ઉત્તરાખંડના એક દિવસના મુખ્યમંત્રી બનેલ સૃષ્ટિ ગોસ્વામીનું પણ ઉદાહરણ આપ્યું અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ મુદ્દે વાત કરવા માટે અપીલ કરી હતી.

જણાવી દઇએ, 24 જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પર હરિદ્વારની સૃષ્ટી ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બની હતી અને તેણે ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારની તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી. સૃષ્ટિ ગોસ્વામી વર્તમાન ઉત્તરાખંડની બાળવિધાનસભાની મુખ્યમંત્રી છે. તે હરિદ્વાર જિલ્લાના દોલતપુર ગામની રહેવાસી છે. તેના પિતા પ્રવીણકુમાર બિઝનેસ કરે છે અને માતા ગૃહિણી છે.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર