ચોરને ગમ્યું કોંગ્રસના ધારાસભ્યનું ધર..! લઇ ગયા માલમત્તા

કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી

ગાંધીનગર જિલ્લાના કલોલના ધારાસભ્યના ઘરે ગત મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા છે. કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસસ્થાને તસ્કરોએ રોકડ, દાગીના સહીતના 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ અંગેની જાણ કલોલ પોલીસને થતા, તેઓ બનાવ સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.

બળદેવજી ઠાકોરના ઘરેથી ચોરે રોકડ, સોના ચાંદીના દાગીના ઉપરાંત ત્રણ એલઈડી લાઈટની પણ ચોરી કરી હોવાની વિગત સામે આવી છે. પોલીસનું માનવુ છે કે, એક કરતા વધુ લોકો ચોરીમાં સંડોવાયેલા હોઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે, હમણાં જ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એક રિસોર્ટમાં દારૂ જૂગાડમાં ઝડપાયા હતા. હવે કોંગ્રેસના ધારાસભ્યના ઘરે ચોરીના મામલે ચર્ચામાં છે.

 22 ,  1