સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મેનબજાર માં આવેલ દુધ ની દુકાન માં રાત્રી ના સમયે તસ્કરો પાછળથી બારી તોડી દુકાન માં ધુસી દુકાનમાંથી ૪૫૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી પ્રલાય થતાં દુધ ધર દુકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાંતિજનાં હાર્ડ સમાન બજાર ચોક દેસાઇની પોળ ખાતે આવેલ શ્રી કૃષ્ણ દુધ ધર દુકાનની પાછળનાં ભાગે થી બારી તોડી અજાણ્યા તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં ગલ્લામાં રહેલ રોકડા તથા પરચુરણ મળી ને કુલ-૪૫૦૦૦ ની ચોરી કરી પ્રલાય થયાં હતાં.

આ દુકાન બજારની વચ્ચે હોવાથી રાત્રીના સમયે પોલીસ અને હોમગાર્ડ જવાનો દુકાનની આગળ ચોકી કરતા રહી ગયાં ને તસ્કરો દુકાનની પાછળથી દુકાનમાં ધુસીને રોકડ રકમ પરચુરણ સહિત કુલ-૪૫૦૦૦ ની ચોરી કરી પ્રલાય થઇ ગયાં હતાં.આ ચોરીની સમગ્ર ધટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા કેદ થઇ છે.
દુધ ધર દુકાન માલિક સંગીતાબેન નિરવભાઇ મોદી દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બજારમાં અન્ય વેપારી ઓ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરતાં દેખાવ પુરતા લગાવેલ હોય તેવું સ્પસ્ટ જણાઈ આવે છે હાલ દુકાન માં લાગેલ સીસીટીવી કેમેરાનાં ફૂટેજ આધારે પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવા મા આવી છે.
(સંજય રાવલ – પ્રતિનિધિ પ્રાંતિજ)
65 , 1