નારોલ પોલીસની દાદાગીરી, જામીન અપાવવા ગયેલા વકીલ સાથે મારપીટ કરી!

ધર્મ વિશે અપશબ્દો બોલી ધક્કા માર્યાનો વકીલનો આક્ષેપ!

અમદાવાદમા પોલીસ અને વિવાદનો જાણે કોઈ જૂનો સંબંધ હોય તેમ અવારનવાર કોઈને કોઈ વિવાદોમા સપડાઈ જવાના અનેક કિસ્સાઓ રોજ બરોજ સામે આવી રહ્યા છે. ક્યારેક તો વેપારીઓ સાથેની માથાકૂટ તો ક્યારેક શહેરીજનો સાથે માસ્ક અથવા મેમોના દંડને લઈને અમદાવાદ પોલીસ લોકો સાથેના ઘર્ષણને લઈને બદનામ થઈ રહી છે. પરંતુ ગતરોજ નારોલ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાના લીધે અમદાવાદના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કારણ કે નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી દ્વારા એક વકીલ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી તેની સાથે મારપીટ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા વકીલોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. આ મામલે અમદાવાદ ઘીકાંટા કોર્ટનાં સિનિયર વકીલો ભેગા થઈ સમગ્ર બનેલી ઘટનાને વખોડી કાઢી હતી. અને નારોલ પોલીસનો વિરોધ કરી ન્યાયની માંગણી કરી હતી.

બનાવ અંગે મળતી માહિતી મુજબ નાઈટ કર્ફ્યુ દરમ્યાન પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસ દ્વારા એક મહિલા સહીત બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેમાં એક વ્યક્તિ એડવોકેટ અમ્માર મોહસીન મન્સૂરીને ઓળખતા હોય તેમને ફોન કરીને જામીન અપાવવા માટે નારોલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. જેથી રાતના લગભગ 3 વાગ્યાની આસપાસ વકીલ અમ્માર મન્સૂરી નારોલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે ત્યાં ફરીયાદ વિભાગમાં ફરજ બજાવતા રાઈટર ને મળી પૂછપરછ કરી હતી.પરંતુ નારોલ પોલીસ સ્ટેશનના રાઈટર દ્વારા વકીલ અમ્માર મન્સૂરી સાથે ગેરવર્તણુક કરી રૂમમાંથી બહાર નીકળી જવાનુ કહ્યું હતું. ત્યારબાદ અન્ય એક પોલીસકર્મી ત્યાં આવી ચઢતા વકીલ અમ્માર મન્સૂરીને જેમ ફાવે તેમ બોલવા લાગી જતા અમ્માર મન્સૂરીએ જણાવ્યું હતું કે, હું વકીલ છું અને કર્ફ્યુ ભંગના ગુનામાં મારા મિત્રની અટક કરવામાં આવી છે. જેથી હું એમને જામીન અપાવવા આવ્યો છુ. પોલીસ સ્ટેશનની જે કોઈપણ પ્રોસેસ હશે તે પ્રમાણે અમે જામીન અપાવીશુ. આમ નિખાલસતા સાથે પોલીસ સાથે વાત કરતા વકીલ મિત્ર દ્વારા ચર્ચા શરુ કરી હતી.

અમદાવાદ મેટ્રોપોલીટન ઘીકાંટા કોર્ટમાં પ્રેકટીસ કરતા એડવોકેટ દ્વારા પોતાની ઓળખ પોતાના નામ અમ્માર મોહસીનભાઈ મન્સૂરી આપતા નારોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા વકીલ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમના ધર્મ વિશે ખરાબ ટિપ્પણીઓ કરીને ધક્કે ચઢાવ્યા હતા. એટલુંજ નહી પણ પોલીસ કોન્સ્ટેબલે વકીલ સાથે હાથ ચાલાકી કરી કાયદાનો ભંગ કર્યો હતો. તેમજ પોતે નારોલ પોલીસ સ્ટેશનનો રાજા હોવાનો રોફ બતાવી કાયદાશાસ્ત્રી ને મા બહેન સામે ગાળો ભાંડી અપમાનિત કર્યા હતા.આ ઘટના ચાડી ખાય છે કે, અમદાવાદમાં અમુક પોલીસકર્મીઓ પોતાના પદનો દુરપયોગ કરી સમગ્ર ગુજરાત પોલીસને લાંછન લગાડી રહ્યા છે. જો પોલીસ વકીલ સાથે આટલો અભદ્ર અને અશોભનીય વર્તન કરતી હોય તો પછી તમે વિચારી શકો છો કે સામાન્ય નાગરિકો સાથે કેવો વ્યવ્યહાર કરવામાં આવતો હશે. તે આ ઘટના ઉપરથી ઉજાગર થઈ જાય છે. તેમ છતાં અમદાવાદમા અમુક પોલીસકર્મીઓ સત્તાનો ખોટો દુરુપયોગ કરતા ડરતા નથી.

હાલ આ સમગ્ર મામલે ઘીકાંટા કોર્ટ બાર એસોસિએશનને રોષની લાગણી વ્યક્ત કરતા વકીલ અમ્માર મન્સૂરી સાથે કરાયેલા દૂર વ્યવહાર સામે લેખિત ફરીયાદ આપવામાં આવી છે. આ ફરીયાદ ઝોન 6 ડીસીપી અને નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ ને કરવામાં આવી છે. અને તાત્કાલિક ધોરણે કસૂરવાર પોલીસકર્મીઓ વિરૃદ્ધ કડક પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. ગતરોજ વકીલ અમ્માર મન્સૂરીના સમર્થનમાં 100 થી પણ વધુ વકીલો ભેગા થઈ મીડિયા માધ્યમથી નારોલ પોલીસનો વિરોધ કરવામાં આવ્યો હતો.

 60 ,  1