રાજ્યમાં ભૂમાફિયા,લાંચિયા, ટપોરીઓની ખેર નથી : પોલીસની વર્દી પર લાગશે કેમેરા

આર.આર.સેલ નાબુદ, SPને વધુ સત્તા આપવામાં આવશે : CM રૂપાણી

રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને ભૂમાફિયા, લાંચિયા, ટપોરી જેવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ACBના વડા કેશવકુમારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. જેમાં તેમણે વિશેષ માહિતી આપી છે. આ પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એસીબીના વડા કેશવકુમાર અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વિકાસની પ્રાથમિક શરત કાયદો વ્યવસ્થા છે. કોંગ્રેસના શાસનમાં માથાભારે લોકોના વિસ્તારો ઓળખાતા હતા, તેના કારણે ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણ ગુજરાતમાં આવતા ન હતા અને કોમી તોફાનો પણ થતા હતા. કાયદો વ્યવસ્થાને વધુ કડક બનાવીને આવા તત્વો માથા ન ઊંચકે તે જરૂરી છે. અત્યારના સમયમાં જમીન માફિયા, સાયબર ક્રાઇમ નવો વિસ્તાર ખૂલ્યો છે. ટપોરીઓની શરૂઆતમાં જ અંકુશમાં ન મૂકાય તો પાછળથી મોટી ગેંગ બની હોય છે.

એન્ટી કરપ્શન પણ અનેક પ્રકારના ફ્રી હેન્ડ આપ્યા છે, તેના જ કારણે સજા વધારે મળી રહી છે. આ ભ્રષ્ટાચારના દૂષણ સામે ધાક બેસાડવી પડે. આવક કરતા વધુ મિલકતોના કેસમાં સાથે આઠ મહિનાથી વધુ સમય જતો હોય છે, ત્યારે એક કેસ થતો હતો. સાધુનો વધુ સ્ટાફ, સરકારે તેમને જોઈતા વધારાના વકીલો આપવામાં આવ્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આપવામાં આવ્યા છે.

લાંચરુશ્વત બ્યૂરોને જમીન માફિયાઓના કાયદામાં અનેક જોગવાઇઓ કરવામાં આવી છે. આ કાયદાની અસર 6 મહિના પછી દેખાશે. 10 વર્ષની સજાની જોગવાઈ છે. 1995 થી આર.આર.સેલ ચાલતો હતો. તે સેલને નાબૂદ કરવામાં આવે છે અને એસપીને વધુ મજબૂત કરાશે. પોલીસના કર્મચારીઓ રક્ષક જ ભક્ષક બને એ કોઈ સંજોગોમાં ચાલી શકે નહિ. પોલીસના લોકો ક્રિમિનલ સાથે જોડાઈ નહિ એ માટે પણ સજાગતાપૂર્વ વ્યવસ્થા બનાવી રહ્યા છે.

ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વ્યાપ વધારી દેવામાં આવશે. સ્માર્ટફોન આવ્યો ત્યારથી સાયબર પોલીસ સ્ટેશન ચાલુ છે. તમામ જિલ્લામાં પોલીસ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. આવનારા બજેટમાં જોગવાઈ થઈ શકે છે. સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કર્યું છે. 

RR સેલ નાબૂદ કરાયો, પોલીસની વર્દી પર કેમેરો લાગશે

મુખ્યમંત્રીએ આરઆર સેલ નાબૂદ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાંથી આરઆર સેલ નાબૂદ કરવામાં આવ્યો છે. 1995થી રેપિડ રિસ્પોન્સ સેલ અસ્તિત્વમાં હતો. રેન્જ IG કે DIG હેઠળ આરઆર સેલ કામ કરતો હતો. ત્યારે હવે SPને વધુ સત્તા આપવામાં આવશે. રાજ્યમાં તમામ કામગીરીને પારદર્શી બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. સાથે જ રાજ્યના પોલીસકર્મીઓના યુનિફોર્મમાં બોડીકેમ લગાવાશે. PI, PSIના ડ્રેસમાં કેમેરા લગાવવામાં આવશે. જેનાથી તેમનો પબ્લિક સાથેનો વહેવાર સીધી રીતે જોઈ શકાય છે. કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. રક્ષક જ ભક્ષક બને તેવુ હવેથી રાજ્યમાં નહિ ચલાવી લેવામાં આવે.

ખુલ્લા મેદાનમાં યોજાતા કાર્યક્રમમાં ગમે તેટલા માણસો બોલાવી શકાશે : CM રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગૃહ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે પત્રકાર પરીષદ યોજી હતી. પત્રકાર પરીષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 100 લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી.

તેમણે ગાઇડ લાઇનનો ભંગ ક્યારે કહેવાય તે અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ હોય, માસ્ક ન પહેર્યું હોય તો ગાઇડ લાઇનનો ભંગ કહેવાય. આપણે માસ્ક માટે દંડ લઈએ છીએ. બીજો કોઈ દંડ લેતા નથી.

 740 ,  2