જો કોઈ પોતાના અધિકારો માટે હથિયાર ઉઠાવે છે તો તેમાં કઈ ખોટું નથીઃ પૂર્વ ડિપ્લોમેટ્સ

પાકિસ્તાનના ત્રણ પૂર્વ ડિપ્લોમેટ્સે જમ્મુ-કાશ્મીરમાં હિંસાને વધારવા બાબતે નિવેદન આપ્યા છે. અનુચ્છેદ 370 ખત્મ કરવાના મામલા પર ચર્ચા કરી રહેલા ડિપ્લોમેટ્સે કહ્યું કે જો કોઈ પોતાના અધિકારો માટે હથિયાર ઉઠાવે છે તો તેમાં કઈ ખોટું નથી. અશરફ જહાંગીર કાજી, અબ્દુલ બાસિત અને શહિદ મલિકે સોમવારે એક ડિબેટમાં આ વાત જણાવી હતી. બાસિત 2014માં ભારતમાં પાકના હાઈકમિશનર પણ રહ્યાં છે.
અબ્દુલ બાસિતે કહ્યું કે આંતરાષ્ટ્રીય કાયદા મુજબ જો કોઈ પોતાના અધિકારો માટે લડી રહ્યું છે અને કોઈ દેશ તેની મદદ કરે, તો તેને ગેરકાયદેસર માનવામાં આવશે નહિ. જયારે અશરફ જહાંગીરે કાજીએ કહ્યું કે જો તમે પોતાના અધિકારો અને આઝાદી માટે હથિયાર ઉઠાવો છો તો આતંરરાષ્ટ્રીય કાયદા મુજબ તે પણ કાયદેસર છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી