કલોલમાં 22 દિવસ પહેલા ગુમ થયેલો શખ્સ હજુ પણ લાપતા

ગુમ થયાના 22 દિવસ વિતી ગયા, પોલીસ કરી રહી છે શોધખોળ

પાનના ગલ્લે જાઉ છુ તેમ કહીને ઘરેથી નિકળ્યા હતા

કલોલમાં મન્નત માનેલી પૂરી કરવા આવેલો મુંબઇનો આધેડ લાપતા થયો હતો, ગુમ થયાના આજે 22 દિવસ વિતી ગયા હોવા છતાં પણ કોઇ જ ભાળ મળી નથી. તો બીજી તરફ પોલીસ શોધખોળ ચાલી રહી હોવાનું જણાવી રહી છે. મુંબઇથી આધેડ પરિવાર સાથે ટ્રેન મારફતે કલોલ આવ્યો હતો. કલોલમાં બાધા પૂરી થયા બાદ આધેડ લાપતા થઇ ગયો હતો. પાનના ગલ્લે જાઉ છું તેમ કહીને નીકળ્યા હતા. જો કે લાંબો વખત વિત્યા છતાં પરત ઘરે ન આવતા પરિવારજનોએ વિવિધ વિસ્તારોમાં શોધખોળ કરી હતી. જો કે કોઇ પત્તો ન લાગતા પોલીસ મથકે પહોંચ્યા હતા. આ અંગે કલોલ પોલીસે ફરિયાદ લઇ લાપતા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

મુંબઇના લોઅર પરેલમાં આવેલી બીડીની ચાલીમાં રહેતા પૂનમભાઇ ભગવાનભાઇ સોલંકી (ઉ.વ 45) તેમના પરિવાર સાથે કલોલમાં પીયજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા સગાને ત્યાં બાધા કરવા આવ્યા હતા. તેઓ બાધાપુરી થયા બાદ ધરેથી પાનના ગલ્લે જાઉ તેમ કહીને નીકળ્યા હતા. ત્યારબાદ તે પરત ન ફરતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં કોઇ પત્તો નહીં લાગતા શહેર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે તેમના ગુમ થવા બાબતે જરૂરી નોંધ કરી તેમની શોધખોળ ધરી છે.

પૂનમભાઇ સોલંકીને લાપતા થયાના આજે 22 દિવસ જેટલો સમય થઇ ગયો છે. હજુ સુધી તેમની કોઇ ભાળ મળી નથી. તો બીજી તરફ પરિવારજનો ચિંચિત થયા છે. પરિવારમાં પત્ની તેમજ નાના બે બાળકો અને ભાઇઓ પૂનમભાઇની રાહ જોઇને બેઠા છે, ક્યારે ધરે આવશે..? આ મામલે પોલીસનું કહેવું છે, કે પૂનમભાઇની શોધખોળ ચાલી રહી છે. જ્યારે પરિવારજનો પોલીસના આ દિલાસા પર દિવસો પછાળ કરી પૂનમભાઇની રાહ જોઇ રહ્યા છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી