108માં આવતા દર્દી-બીજા દર્દી વચ્ચે ભેદ ન હોવો જોઇએ


કોઇપણ વાહનમાં આવેલ વ્યકિતને સારવાર મળે દાખલ કરવા મુદ્દે પરિમલ નથવાણીનાં સવાલ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સરકારી હોસ્પિટલો આગળ ૧૦૮ એમ્બ્યુલન્સ ની લાઈનો લાગી રહી છે બીજીબાજી ખાનગી વાહનોથી પણ મોટા પ્રમાણમાં દર્દીઓ આવી રહ્યા છે. પરંતુ ૧૦૮માં આવતા લોકોને જ સારવાર અને દાખલ કરવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાની ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ સવાલો ઉભા કર્યા છે અને પૂછ્યું છે કે ૧૦૮મા આવતા અને અન્ય વાહનમાં આવતા દર્દીઓ વચ્ચે ભેદ કેમ રાખવામાં આવી રહ્યો છે

દિન પ્રતિદિન રાજ્યમાં કોરોનાની બીજી કહેર કહેર વરસાવી રહી છે તેની સાથે સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીજનની કમીના પણ અહેવાલ આવી રહ્યા છે.ત્યારે હવે સરકારી હોસ્પિટલોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં આવતા દર્દીઓ વચ્ચે ભેદ રાખીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને પ્રાધાન્ય આપીને સારવાર અને દાખલ કરવામાં આવતા હોવાની ઓઅન ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે હવે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ આ મામલે ટવીટ કર્યું છે,

પરિમલ નથવાણીએ ટવીટ કરીને કહ્યું છે કે 108માં આવતા દર્દી તેમજ અન્ય વાહનમાં આવતા બીજા દર્દી વચ્ચે ભેદ ન હોવો જોઇએ.કોઇપણ વાહનમાં આવેલ વ્યકિતને સારવાર મળવી જોઈએ,દર્દીની સ્થિતિ અને ગંભીરતાને જોઇને હોસ્પિટલ સંચાલકો અને ડોક્ટરોએ સારવાર અંગે નિર્ણય કરવો જોઈએ,

 35 ,  1