ગાંધીધામમાં એક સાથે બે ATMમાંથી ચોરી થતા ચકચાર મચી…

ગાંધીધામમાં એક સાથે બે ATMમાંથી લાખો રૂપિયાના ચોરીના બનેલા બનાવે ચકચાર સર્જી છે. તસ્કરોએ ગાંધીધામના પડાણા રોડ પરના એકિસસ બેંક અને સેન્ટ્રલ બેંકના ATMને નિશાન બનાવ્યા હતા.

પોલીસે હાથ ધરેલી તપાસની પ્રાથમિક માહિતી મુજબ એકિસસ બેંકના ATMમાંથી 17 લાખ અને સેન્ટ્રલ બેંકના ATMમાંથી 8 લાખ એમ કુલ 25 લાખની ચોરી થઇ છે.

એક સાથે બબ્બે બેંકોના ATMમાંથી લાખો રૂપિયાના ચોરીના બનાવે ગાંધીધામ સહિત સમગ્ર કચ્છમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસ બનાવના સ્થળે દોડી ગઇ છે. પડાણામા ATMને સળગાવી નાંખતા ચકચાર જાગી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી