આ સપ્તાહ લિસ્ટ થશે 4 IPO, લિસ્ટિંગને લઇને Grey Market અને એક્સપર્ટસ આપી રહ્યા છે આ સંકેત

પ્રાઇમરી માર્કેટમાં ગયા સપ્તાહ 4 સફળ IPO લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ ચાર IPOને ઇન્વેસ્ટર્સથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. રોકાણકારો હવે આ IPOની લિસ્ટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે આ સપ્તાહ લિસ્ટ થશે. આમાં અનુપમ રસાયન ઇન્ડિયા, ક્રાફ્ટસમેન ઑટોમેશન, લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ અને કલ્યાણ જ્વેલર્સના IPO સામેલ છે.

અનુપમ રસાયનનો IPO સ્ટૉક માર્કેટમાં 24 માર્ચે લિસ્ટ થશે. ત્યારે ક્રાફ્ટ્સન ઑટોમેશન અને લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના શેર 25 માર્ચે લિસ્ટ થશે. તેવી જ રીતે કલ્યાણ જ્વેલર્સનો IPOની લિસ્ટિંગ શેર માર્કટમાં 26 માર્ચે થશે.

આવી સ્થિતિમાં રોકાણકારોની નજર આ કંપનીઓની લિસ્ટિંગ પર ટકી રહી છે. બૉન્ડ યીલ્ડ અને કોરોનાના કેસમાં વધાતા સ્ટૉક માર્કેટમાં જારી ઉઠાપટકને કારણે આ કંપનીયોના શેરની પ્રીમિયમ પર લિસ્ટિંગને ધક્કો લાગી શકે છે, જેવું કે Easy Trip Plannersની સાથે થયું છે. ગ્રે માર્કેટમાં તેના શેર 80 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા હતા, પરંતુ શેર બજારમાં તેની લિસ્ટિંગ માત્ર 13 ટકા પ્રીમિયમ પર હતી.

આ કંપનીમાં હોઈ શકે છે સૌથી વધારે લિસ્ટિંગ

IPO Watchના ડેટા અનુસાર, આ ચાર કંપનીઓમાં સૌથી વધુ મજબૂત લિસ્ટિંગ સ્પેશિયલિટી કંપની લક્ષ્મી ઓર્ગેનિકની થઇ શકે છે. ગ્રે માર્કેટમાં કંપનીના અનલિસ્ટેટ શેર 60 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. કંપનીના શેર ઇશ્યૂ પ્રાઇસ 130 રૂપિયા છે, જ્યારે ગ્રે માર્કેટમાં તેના શેર 208થી 210 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. આ IPO 107 ગણુ સબ્સક્રાઇબ થયેલ છે.

ગ્રે માર્કેટમાં એક અન્ય કેમિકલ કંપની અનુપમરસાયનના સ્ટૉક તેના ઇશ્યૂ પ્રાઇસ 555 રૂપિયાથી 20 ટકા એટલે કે પ્રતિ શેર 120થી 130 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. આ IPO 44 ગણુ સબ્સક્રાઇબ થયેલ છે. ત્યારે પ્રીસિઝન એન્જિનિયરિંગ કંપની ક્રાફ્ટસમેન ઑટોમેશનના શેર તેના ઇશ્યૂ પ્રાઇસ 1499 રૂપિયાથી 3 ટકા એટલે ખે 35 રૂપિયા પ્રતિ શેર પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ટ્રેડ કરી રહ્યા છે.

એ જ રીતે કલ્યાણ જ્વેલર્સનો સ્ટૉક પણ ગ્રે માર્કેટમાં તેમની ઇશ્યૂ પ્રાઈમના 87 ટકાથી 9 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. ક્રાફ્ટસમેન ઑટોમેશનનો IPO 3.82 ગણુ તો કલ્યાણ જ્વેલર્સનો IPO 2.61 ગણુ સબ્સક્રાઇબ થયો છે. આ બન્ને IPOને રોકાણકારો તરફથી ઓછો પ્રેમ મળ્યો છે.

અત્યાર સુધી 16 IPO લૉન્ચ

તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં 16 IPO લૉન્ગ થયા છે. જ્યારે આ વર્ષે 17 મો આઈપીઓ Barbeque-National Hospitality IPO 24 માર્ચે સબ્સક્રાઇબ માટે ખુલશે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીઓએ IPO દ્વારા પ્રાઇમરી માર્કેટથી 18,803 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

 52 ,  1