September 19, 2021
September 19, 2021

ક્રિકેટના ‘દાદા’ પર બનશે બાયોપિક

કેપ્ટન કૂલ બાદ આ ધુંઆધાર ક્રિકેટર પર બનશે ફિલ્મ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક સુપરહીટ સાબિત થઈ હતી અને ક્રિકેટના દાદા ગણાતા અને વર્તમાન BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીની પણ બાયોપિક બનવા જઈ રહી છે. આ અંગે ખુદ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

સૌરવે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ક્રિકેટ મારું જીવન રહ્યું છે. ક્રિકેટે મારું માથું ઊંચુ કરીને આગળ વધવાનો આત્મવિશ્વાસ તથા ક્ષમતા આપી છે. આ જર્નીને યાદ કરી શકાય છે. લવ ફિલ્મ્સ મારી જર્ની પર બાયોપિક બનાવશે અને સ્ક્રિન પર જીવંત કરશે. આ વાતથી રોમાંચિત છું.’

સૌરવ ગાંગુલી ભારતીય ટીમના લોકપ્રિય કેપ્ટન પૈકીના એક છે ત્યારે સૌરવનો રોલ કયો અભિનેતા કરશે તે જોવુ રસપ્રદ હશે.

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં તેમના ક્રિકેટ જીવનનો ભાગ અને અંગત જીવનના સંઘર્ષ કેટલો ભાગ હશે તે અંગે ફિલ્મ સ્ટુડિયો દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું નથી, પરંતુ સૌરવ ગાંગુલીની બાયોપિકની જાહેરાત થતા મુંબઈ ફિલ્મ જગતમાં ભારે હલચલ મચી ગઈ. કંપનીએ આ અંગે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘દાદા સૌરવ ગાંગુલીની બાયોપિક લવ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવશે.

 17 ,  1