ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો જંગ

ટી -20 વર્લ્ડકપની તારીખ જાહેર, આ દિવસથી થશે પ્રારંભ

ક્રિકેટના રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)એ ટી -20 વર્લ્ડના મુકાબલા માટે ગ્રુપની ઘોષણા કરી દીધી છે. જે અંતર્ગત ટી -20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોંઘનીય છે કે, આ અગાઉ ભારત અને પાકિસ્તાનની ટીમ 2019માં વર્લ્ડકપમાં એક બીજા સામે ટકરાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાને પછાડીને ભવ્ય વિજય મેળવ્યો હતો.

કોરોના મહામારીના પગલે ટી -20 વિશ્વ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ભારતની જગ્યાએ હવે યુએઈ અને ઓમાનમાં રમાશે. ઓમાનમાં થયેલા સંમારોહમાં આઈસીસી અધિકારીઓ સાથે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પણ હાજર રહ્યા હતા. તેમજ ટી -20 વર્લ્ડ કપ મેચનો કાર્યક્રમ આગામી સપ્તાહે જાહેર કરવામાં આવશે.

ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાનની સાથે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન રહેશે જ્યારે ગ્રુપ 1માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને વે.ઈન્ડિઝ રમશે.

 74 ,  1