ગુજરાતમાં ધોરણ 6થી 8ના શિક્ષકોની મોટાપાયે થશે ભરતી

શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ધોરણ 6થી 8માં મોટા પાયે શિક્ષકોની ભરતી થશે તેમ શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ TETપાસ કરેલા ઉમેદવારોને બાંહેધરી આપી છે. અત્રે મહત્વનું છે કે, વિદ્યાસહાયક ઉમેદવારોએ આ મામલે શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે જીઆરમાં ફેરફાર કરી ભરતી જાહેર કરવાની શિક્ષણમંત્રીએ ખાત્રી આપી છે. જેથી આગામી સમયમાં ધોરણ 6થી 8ના ત્રણેય વિષય માટે મોટા પાયે શિક્ષકોની ભરતી થશે. જેમાં સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન તેમજ ભાષાના શિક્ષકોની મોટા પાયે ભરતી થશે.

રાજ્ય સરકાર આગામી બે મહિનાની અંદર ભરતી કરાશે તેવી જાહેરાત કરાઇ હતી. સરકાર ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે શિક્ષકોની યોગ્ય લાયકાત મુજબ ભરતી કરશે. ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને અપર પ્રાયમરી શાળાઓમાં ભરતી થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે અગાઉ પણ શિક્ષકોની ભરતીને લઇને સૌથી મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની ભરતી કરશે. ધોરણ 1થી 5 માં 1300 શિક્ષકોની ભરતી થશે. ધોરણ 6થી 8માં 2000 શિક્ષકોની ભરતી થશે તેવી જાહેરાત કરાઇ હતી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી