રાજ્યમાં પંચાયત હસ્તક વિભાગમાં 15 હજાર જગ્યામાં ભરતી થશે

નવા મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત

રાજ્યમાં પંચાયત વિભાગમાં 7 જેટલી સેવાઓ માટે 15 હજાર જગ્યાઓ ભરવામાં આવશે. આ અંગેની જાહેરાત નવા મંત્રી બ્રિજેશ મેરજાએ કરી છે.

DDO સાથેની બેઠકમાં મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતુ કે પંચાયત હસ્તક વિભાગમાં 15 હજાર જગ્યામાં ભરતી કરાશે. હાલમાં 16,400 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. જેના કારણે સ્વાભાવિક રિતે જ વ્યવસ્થાપનમાં પણ તકલીફો પડી રહી છે. 

ગુજરાત સહિત દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ સામે એવી ઘણી જગ્યા છે કે જ્યાં ભરતી કરવાની બાકી હોવા છતાં સરકાર દ્વારા ભરતી કરવાની બાકી હોવાથી યુવાનો નોકરી મેળવી શકતા નથી પરંતુ આઅ જાહેરાતથી એવા ઘણા યુવાનોને ફાયદો થશે એવી સંભાવના છે. 

7 સેવાઓ માટે 15 હજાર જગાઓ ભરવામાં આવશે

તેમણે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં 7 સેવાઓ માટે 15 હજાર જગાઓ ભરવામાં આવશે. અને પંચાયત વિભાગ હસ્તકના વિભાગમાં ભરતી કરાશે. જે અંતર્ગત કુલ 16400 જગ્યા ખાલી પડી છે જેમાં 15000 ભરતી કરવામાં આવશે. 

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી