આ 11 જણાએ લાખો યુવાનોનું ભાવિ રગદોળી નાંખ્યુ

આખરે પેપરલીક કાંડમાં આરોપીઓના નામ જાહેર થયા – FIR બોલે છે

ગુજરાતમાં પેપર લીક થવાની બાબતો હવે સામાન્ય બની ગઈ છે. કારણ કે, અહીં ભાગ્યે જ કોઈ પરીક્ષા પારદર્શિતા સાથે લેવામાં આવે છે. મોટા ભાગની પરીક્ષાઓ પહેલા પેપરના લાખો રૂપિયાના સોદા થઈ જાય છે. પરીક્ષા સમયે જ પેપર ફૂટી પણ જાય છે. જેના કારણે લાખો યુવાનોની મહેનત પાણીમાં જતી રહે છે. રાજ્યમાં રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા પેપર લીક થઈ ગયું હતું પરિણામે ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા છે જેના પગલે પેપર લીક કૌભાંડ મામલો ગરમાયો છે.

આ સમગ્ર પેપરલીક કાંડ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. જેમાં જાહેર કરાયેલા 11 નામમાં એક આરોપી ચૂંટણી લડે છે. તેમાં મહેન્દ્રભાઈ એસ.પટેલ પેપર લીક કૌભાંડનો આરોપી છે. તે પ્રાંતિજના પોગલુ ગામે ચૂંટણી લડે છે. જેમાં પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં આરોપી તરીકે તેનું નામ છે. પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે પેપર મેળવવામાં આવ્યું. જ્યાર બાદ 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં. પોલીસ ફરિયાદ પ્રમાણે પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી લીધી હતી. તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી.

ઉલ્લેખનિય છે કે સરપંચના ઉમેદવાર તરીકે પોગલુ ગ્રામ પંચાયતમાં બેનર લાગ્યા છે. જેમાં પેપર લીક કૌભાંડ મામલો વધુ ગરમાશે તે નક્કી છે. તેમજ હેડ ક્લાર્ક બાદ હવે સ્ટાફ નર્સની પરીક્ષા મુદ્દે સવાલ ઉઠ્યા છે. જેમાં સ્ટાફ નર્સની પરીક્ષાનું પેપર પણ લીક કર્યાનો આરોપ છે. તેમાં ઓલ ગુજરાત નર્સિંગ એસોસિએશને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમાં ભરતી કરાયેલા સ્ટાફ નર્સને છૂટા કરવાની માગ કરવામાં આવી છે.

જેમાં 20 જૂનના રોજ સ્ટાફ નર્સની પરીક્ષા લેવાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગે કોઈ પગલાં ન લીધાનો આરોપ છે. તેમજ ઓલ ગુજરાત નર્સિંગ એસો.ના પ્રમુખ વિપુલસિંહ ચાવડાનું નિવેદન છે કે પકડાયેલા આરોપીઓએ સ્ટાફ નર્સની પરીક્ષાના પેપર લીક કર્યાનું કબુલ્યું છે. તેથી સ્ટાફ નર્સની ભરતી કરાયેલા ઉમેદવારોને તાત્કાલિક છુટા કરવામાં આવે તથા જો છુટા નહીં કરાય તો કોર્ટ કેસ કરાશે અને ઉગ્ર આંદોલન કરાશે.

આરોપીઓના નામ

 • જયેશ ઈશ્વર પટેલ – ઉંછા તા.પ્રાંતિજ
 • જશવંત પટેલ – ઉંછા તા.પ્રાંતિજ
 • દેવલ જશવંત પટેલ – ઉંછા તા.પ્રાંતિજ
 • ધ્રુવ બારોટ – બેરણા તા.હિંમતનગર
 • મહેશ પટેલ – ન્યૂ રાણીપ,અમદાવાદ (મૂળ કાણીયોલ)
 • ચિંતન પટેલ – વદરાડ તા.પ્રાંતિજ
 • કુલદીપ પટેલ – કાણીયોલ તા.હિંમતનગર
 • દર્શન વ્યાસ – હિંમતનગર
 • સતિષ ઉર્ફે હેપ્પી પટેલ – પાટનાકુવા – તલોદ
 • સુરેશ પટેલ – તાજપુરી કુંડોલ તા.હિંમતનગર
 • મહેન્દ્ર પટેલ – પોગલુ તા.પ્રાંતિજ

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી