September 20, 2021
September 20, 2021

ટીમ ઈન્ડિયાના આ મશહૂર ક્રિકેટરોના પણ થયા છે તલાક

સ્ટાર ક્રિકેટર ધવનના છુટાછેડાનો મુદ્દો ક્રિકેટ ચાહકોમાં બન્યો ચર્ચાનો વિષય

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવનના છુટાછેડા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોમાં આ મુદ્દો ગઈકાલ રાતથી ચર્ચાનો વિષય બન્યો છે.

શીખર ધવનની પત્ની આયેશા મુખરજીના આ બીજા લગ્ન હતા. બંને વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હોવાના અહેવાલો સમયાંતરે સામે આવતા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંને એક બીજાને અનફોલો કરી ચુકયા હતા.

મોહમ્મદ અઝહરુદ્દીન: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પ્રથમ લગ્ન નૌરીન સાથે થયા હતા. પરંતુ બાદમાં બોલીવુડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે અફેર બાદ અઝહરે તેની પ્રથમ પત્ની નૌરીનને છૂટાછેડા આપી દીધા. નૌરીન અને અઝહરે 1987 માં લગ્ન કર્યા હતા અને 1996 માં છૂટાછેડા લીધા હતા. જોકે, અઝહર અને સંગીતાના સંબંધો પણ લાંબા સમય સુધી ટક્યા નહીં. અઝહર અને સંગીતા વર્ષ 2010 માં એકબીજાથી અલગ થયા હતા.

યોગરાજ સિંહ: યુવરાજ સિંહના પિતા પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે પણ પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. યોગરાજની પ્રથમ પત્ની યુવરાજ સિંહની માતા શબનમ હતી. શબનમથી અલગ થયા બાદ યોગરાજે સતવીર કૌર સાથે બીજી વાર લગ્ન કર્યા.

વિનોદ કાંબલી : આ યાદીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી પણ સામેલ છે. કાંબલીએ પહેલા બાળપણના મિત્ર નિયોલ લેવિસ સાથે લગ્ન કર્યા. બાદમાં બંનેએ છૂટાછેડા લીધા હતા. કાંબલીએ મોડેલ એન્ડ્રીયા હેવિટ સાથે બીજા લગ્ન કર્યા.

દિનેશ કાર્તિક : ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક માટે પણ પ્રથમ શાદીનો અનુભવ સારો ન હતો. કાર્તિકે પહેલા નિકિતા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંને વચ્ચે બધુ બરાબર નહોતું, જેના કારણે કાર્તિક અને નિકિતાના છૂટાછેડા થઈ ગયા. બાદમાં દિનેશે વર્ષ 2015 માં સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી હોય કે શ્રીલંકાના ક્રિકેટર તિલકરત્ને દિલશાન, આ તમામ ક્રિકેટરોને છૂટાછેડામાંથી પસાર થવું પડ્યું છે. બ્રેટ લીના પ્રથમ લગ્ન 2006 માં એલિઝાબેથ કેમ્પ સાથે થયા હતા, પરંતુ બાદમાં 2008 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. તે જ સમયે, તિલકરત્ને દિલશાને તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા હતા અને વર્ષ 2008 માં તેણે બીજા લગ્ન કર્યા હતા.

 81 ,  1