આ લક્ષણો આપે છે નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો અણસાર….

ગુજરાતીઓ ડરો નહી….સચેત રહો….

કોરોનાના નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન ભારત સહિત 30 દેશોમાં ફેલાઈ ગયો છે જેના પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ સ્થિતિ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)નું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પ્રકારના ખાસ લક્ષણો સામે નથી આવ્યા પરંતુ આ વેરિએન્ટને સૌથી પહેલા ઓળખનાર દક્ષિણ આફ્રિકાના મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ એન્જેલિક કોએત્ઝી અનુસાર, ઓમિક્રોનના અસામાન્ય પરંતુ હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. ડોકટર એન્જેલિકનું કહેવું છે કે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટાથી અલગ છે. ચોંકાવનારી વાત એ છે કે આજે ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટ એન્ટ્રી થઈ ગઈ છે. જામનગરમાં આફ્રિકામાંથી પરત આવેલા 72 વર્ષીય વૃદ્ધ વ્યકતિમાં ઓમિક્રોનના પૃષ્ટિ થઈ ગઈ છે. જેના કારણે રાજ્ય સરકારે પણ આ અંગે તાત્કાલિક બેઠક બોલાવી છે.

ઓમિક્રોનમાં આ લક્ષણો જોવા મળતા નથી
કોરોનાના બીજા વેરિએન્ટના સંક્રમણ થવા પર સ્વાદ અને સુગંધની ક્ષમતા પર અસર થતી હતી, પરંતુ ઓમિક્રોનના દર્દીઓમાં આ લક્ષણો જોવા નથી મળતા. ભલે ગળામાં ખરાશ રહે છે, પરંતુ કફની સમસ્યા જોવા નથી મળતી.

ઓમિક્રોનના લક્ષણો દેખાય તો સાવધાનીઓ રાખો

દર્દીમાં સૌથી વધુ થાકની અસર
દર્દીને શરદી થાય
દર્દીને માથું સતત દુઃખે
દર્દીમાં નબળાઈ આવે
ખૂબ જ તાવની ફરિયાદ

શું રાખશો સાવધાની
વેક્સિનના બંને ડોઝ લો.
માસ્ક પહેરીને જ બહાર જાઓ.
સમયાંતરે હાથ ધોતા રહો.
ઘરમાં બીમાર કે વૃદ્ધ સભ્યોથી દૂર રહો.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.
ભીડમાં જવાનું ટાળો.

ડેલ્ટા વેરિએન્ટ કરતા 5 ગણો વધુ શક્તિશાળી છે, મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની આના પર અસર થતી નથી, ઓમિક્રોનના અત્યાર સુધીમાં 50 મ્યુટેશન થઈ ચુક્યા છે. સ્પાઈક પ્રોટીન મ્યુટેશનથી વેક્સિનને બેઅસર કરે છે. તેના પર રોગપ્રતિકારક શક્તિની અસર થતી નથી.

 174 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી