September 23, 2021
September 23, 2021

સુરતની આ હોસ્પિટલોએ છુપાવ્યા હતા કોરોનાના મૃત્યુ, અપાઈ નોટિસ

સુરત મનપાએ ભર્યું કડક પગલું

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી 21 દિવસમાં ફરજિયાત છે ત્યારે સુરતમાં 7 જેટલી ખાનગી હોસ્પિટલોની દાદાગીરી સામે આવી છે આ હોસ્પિટલોએ કોરોનામાં મુત્યુ પામેલા સ્વજનોની માહિતી પોર્ટલ પર અપડેટ ન કરતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે જેની ફરિયાદ મનપાને મળતા તમામ હોસ્પિટલોને નોટિસ ફટકારી આગામી 15 દિવસમાં મૃતકોની માહિતી પોર્ટલ પર માહિત અપડેટ કરવાનો નિર્દેશ કર્યો છે.માહિતી અપડેટ કરવામાં નહી આવે તો મનપાએ હોસ્પિટલો સામે કાર્યવાહીનો આદેશ કર્યો છે.

મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસે ઉગાડી લૂંટ ચલાવવામાં આવતી હતી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી બેફામ રૂપિયા વસૂલી કરી સારવાર આપી તો કેટલીક ખાનગી હોસ્પિટલોએ કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓનાં પુરા બિલ પેમેન્ટ ન થતા પરિવારજનોને ડેડબોડીતો આપી દીધી પરતું ડેથ સર્ટિફેકેટ ન આપતા મરણની નોંધાણી પણ થઈ શકતી નથી.

એટલું જ નહીં ખાનગી હોસ્પિટલો દ્વારા મનપાના પોર્ટલ પર મૃતકોના આંકડા અપડેટ કરવાના હોય છે અને કોરોનામાં મોત પામનાર લોકોના ડેટા અપડેટ કરવામાં હોય છે તે ન કરતા મનપાએ આ તમામ હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. સુરત શહેરની આવી 7 હોસ્પિટલોને 9 ડેથ સર્ટિ. અટકાવવા બદલ પાલિકાએ નોટિસ ફટકારી છે.

ખાનગી હોસ્પિટલો દ્વારા કેટલીક હોસ્પિટલોએ મૃતકના પરિવારજનો પાસે ડેડબોડી આપતા પહેલા સોગંદનામું પણ લખાવ્યું હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલના બિલો ભરીને પાયમાલ થઈ ગયેલા ઘણા પરિવારોની હાલત કફોડી બની છે ત્યારે બાકી રહેલું બિલ પેમેન્ટ ન ચુકવાતા તેમને હવે ડેથ સર્ટિફિકેટ મળી શક્યા નથી. જન્મ અને મરણની નોંધ કરવી ફરજિયાત હોવાથી ડેથ સર્ટિ. અટકાવવા પ્રયાસ કરનારી હોસ્પિટલોનાં રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે તેવી મનપાએ નોટિસ ફટકારી છે.

 11 ,  1