IPLના આ ખેલાડીઓ રાતોરાત બન્યા માલામાલ

IPL પ્લેયર્સના આ નામો જાણીને તમે ચોંકી જશો…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2022ની મેગા ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. જેમાં ઘણા ચોંકાવનારા નામ સામે આવ્યા છે. રિટેન કરાયેલા ખેલાડીઓમાં અમુક ખેલાડીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે જ્યારે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીને નુકસાન થયું છે.

વેંકટેશ અય્યર
આમાં સૌથી મોટું નામ વેંકટેશ અય્યરનું છે. અગાઉ IPL2021માં પણ તે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. લીગમાં સિઝનનો અનુભવ હોવા છતાં, તેને KKR દ્વારા IPL 2022 માટે રૂ. 20 લાખથી રૂ. 8 કરોડનો સીધો પગાર ચૂકવીને જાળવી રાખવામાં આવ્યો છે. તેમનો પગાર 40 ગણો વધી ગયો છે.

યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે 2020માં અંડર-19 વર્લ્ડ કપમાં 6 મેચમાં 400 રન બનાવ્યા હતા. આ પછી IPL 2020 પહેલા તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તેને રાજસ્થાને 20 લાખની મૂળ કિંમત એટલે કે 2 કરોડ 40 લાખ રૂપિયા કરતાં 12 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. IPL 2022 માટે પણ રાજસ્થાને તેને 4 કરોડમાં રિટેન રાખવાનો નિર્ણય કર્યો છે.

અબ્દુલ સમદ
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 વર્ષીય જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર અબ્દુલ સમદને IPL 2020માં તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ IPL 2022 માટે જાહેર કરવામાં આવેલી રિટેન્શન લિસ્ટમાં પણ સમદનું નસીબ ખુલ્યું. હૈદરાબાદે તેને 20 ગણો વધુ પગાર આપીને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

ઉમરાન મલિક
સનરાઇઝર્સ હૈદરાબાદે જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને IPL 2022 માટે રિટેન કરવાનો નિર્ણય લીધો છે. ઉમરાને IPL 2021માં ડેબ્યૂ કર્યું હતું. તેને હૈદરાબાદે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેને પણ 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે અત્યાર સુધી માત્ર 3 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ ઝડપી છે. પરંતુ તેની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી