September 20, 2021
September 20, 2021

આ લોકોએ ક્યારે પણ ન ખાવી જોઈએ બદામ નહીં તો….

આ બીમારી હોય તો બદામનું સેવન કરવું કે નહીં, જાણો વિગત

આપણો સૌ કાઈ જાણીએ છીએ કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે તેમજ તબીબો પણ ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ આપે છે. બદામમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે પરંતુ કેટલાક લોકો માટે બદામ ખતરનાક સાબિત થઈ શકે છે જેમાં આ વ્યક્તિએ બદામ ન ખાવી જોઈએ.

જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને તમે તેના માટેની દવાઓનું સેવન કરો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. દવાઓની સાથે બદામનું સેવન નુક્સાનકારક હોય શકે છે. બદામમાં મોટા પ્રમાણમાં મેંગ્નીઝ હોય છે, જેને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે.

જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે, તેમણે પણ બદામનું સેવન ન કરવું જોઈએ. બદામમાં મોટા પ્રમાણમાં વિટામીન ઈ પણ હોય છે, જેના કારણે માથુ દુખવું, થાક લાગવો અને ચક્કર આવવાની સમસ્યા થાય છે.

જે લોકોને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા છે, તેમણે બદામ ન ખાવી જોઈએ. જે લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પિડાઈ રહ્યા હોય, તેમને એવો ખોરાક ખાવાની મનાઈ હોય છે કે જેમાં ઓક્સલેટ હોય. બદામમાં પણ ઓક્સલેટ હોય છે. તેવામાં બદામ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ છે, તેમણે બદામથી દૂર રહેવું જોઈએ. બદામમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સાથે જ તે ગરમ પ્રક્રૃતિની હોય છે. જેને કારણે ગેસ, એસિડિટી, અપચો અને પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

જો તમારુ વજન વધુ છે અને તમે વજન ઘટાવવા માંગો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. બદામમાં કેલેરી વધારે હોય છે, જે વજન વધારે છે.

 101 ,  1