રાજ્યમાં આ લોકોને મળશે કોઈપણ પુરાવા વગર કોરોનાની રસી, CM રૂપાણીનો નિર્ણય

ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગો અને કોમોર્બિડને આધારકાર્ડ વિના રસી અપાશે

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યના સીએમ રૂપાણી દ્વારા વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોરબીડ- અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદનાથી આ નિર્ણય કર્યો છે.

 95 ,  1