September 19, 2021
September 19, 2021

આ વિદ્યાર્થીઓ હવે ફરી પરીક્ષા આપીને પસ્તાયા હશે…!

માસ પ્રમોશન સ્વીકાર્યું હોત તો કેટલું સારુ હોત… હવે શું

ગુજરાતમાં કોરોના વાયરસના પગલે રાજ્ય સરકારે ધો.10-12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે ગુજરાત બોર્ડે પણ કેન્દ્ર સરકારના સીબીએસઈના માર્ગે માસ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા લીધી હતી જેમાં નોંધાયેલા માત્ર 65 વિદ્યાર્થીમાંથી 54 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 70 ટકા એટલે કે 38 વિદ્યાર્થી પાસ થયા અને જ્યારે 16 વિદ્યાર્થી નાપાસ થયા છે.

નોંધનીય છે કે, ધો.12 સાયન્સના 1.07 લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આધારિત ફોર્મ્યુલાથી પાસ કરવામાં આવ્યા છે. ત્યારે માસ પ્રમોશન મુજબના પરિણામથી સંતુષ્ટ ન હોય એવા વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ જમા કરાવાની હતી અને તેમની ફરીથી પરીક્ષા લેવાવાની હતી, જે ગત 12થી14 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં લેવાઈ હતી. 1.07 લાખમાંથી 65 વિદ્યાર્થીએ જ માર્કશીટ જમા કરાવી હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા 65માંથી પણ પરીક્ષા 54 વિદ્યાર્થીએ આપી હતી અને બાકીના ગેરહાજર રહ્યા હતા.

પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની 12થી 14 ઓગસ્ટ દરમિયાન ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, કેટલાક વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા આપીને સારું પરિણામ મેળવવા માટેના પાસા ઊંધા પડ્યા છે. માસ પ્રમોશનમાં પાસ થયેલા 16 જેટલા વિદ્યાર્થીઓ થોડા દિવસ પહેલા આપેલી પરીક્ષામાં નાપાસ થયા છે. જેના કારણે આ વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડશે.

 109 ,  1