એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરો બેફામ..!! મોડી રાતે અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા રીક્ષા

ઘટનાના ચાર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર

રીક્ષા ચાલકનો આલાપ – મારી રોજી રોટી છીનાવાઈ ગઈ છે.. હું કેવી રીતે ઘર ચલાવું..

અમદાવાદ શહેરમાં સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન બેફામ તસ્કરો તરખાટ મચાવી પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રમેશ દત્ત કોલોનીમાં ચોરો ઓટો રીક્ષાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે એરપોર્ટ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જો કે ઘટનાના ચાર દિવસ બાદ પણ ચોરો હાલ પોલીસ પકડથી દૂર છે.

મળતી માહિતી મુજબ એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં રમેશ દત્ત કોલોનીમાં રહેતા અશોક રવિભાઈ ભીલ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ 11 જુલાઇના રોજ રાબેતા મુજબ અશોકભાઇ જોગણી માતાજીના મંદિરની પાછળ પોતાની GJ01 TD4462 નંબરની રીક્ષા પાર્ક કરીને ઘરે ગયા હતા. જો કે સવારે ઉઠીને જોયુ તો તેમની રીક્ષા ગાયબ હતી. તેમણે તરત જ રીક્ષા ચોરીની ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે, ઘટનાના ચાર દિવસ બાદ પણ હજી સુધી રીક્ષાનો કોઈ પત્તો લાગ્યો નથી.

ફરિયાદી રિક્ષાચાલક રાજુભાઇએ જણાવ્યું હતું કે તેમના ઘરની બહાર રોડ પર પેટ્રોલ પમ્પ છે, ઈન્દરબ્રીજ અને નોબલનગરની આજુબાજુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો ઘટનાની રાત્રિના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો આરોપી સુધી પહોંચી શકાય તેમ છે.
આ અંગે એરપોર્ટના પીઆઈએ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરો રીક્ષા ઉઠાવી ફરાર થઈ ગયા હતા.ચોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. જલ્દી ચોરો પોલીસ પકડમાં આવી જશે..

 131 ,  1