કાશ્મીરમાં સતત ત્રીજા જવાનની હત્યા

આતંકવાદ ગ્રસ્ત કાશ્મીરમાં આતંકીઓ દ્વારા ત્રીજા એક ગંભીર બનાવમાં કાશ્મીરી આર્મી જવાનની તેનાજ ઘરમાં ઘૂસીને હત્યા કરવાનો બનાવથી સુરક્ષા દળોમાં ચિંતાની લાગણી સર્જાઈ રહી છે. આ અગાઉ મૂળ કાશ્મીરના જ એવા ઓરંગજેબ અને ઉમર ફૈયાઝ પૈરી નામના જવાનોની હત્યા કરવામાં આવી હતી.

આતંકવાદ ગ્રસ્ત કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા વળતા પગલા ખૂબ સારા એવા પ્રમાણમાં લેવામાં આવી રહ્યા છે. આતંકીઓ પણ નિશાને આવી રહ્યા છે. તો બીજી તરફ મૂળ સ્થાનિક કાશ્મીરી યુવાનો સુરક્ષા દળોમાં માં જોડાય અને જેઓ સુરક્ષા દળમાં છે તેમના મનમાં ડર ફેલાવવા માટે આતંકીઓએ મૂળ કાશ્મીરી જવાનોની હત્યાની સિલસિલો શરુ કર્યો છે.

જૂન 2018 પછીના ત્રીજા બનાવમાં મહોમ્મદ રફી યતુ નામના કાશ્મીરી આર્મી જવાનની શોપોરમાં તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી છે. આ અગાઉ જૂન 2018માં ઓરંગજેબ નામના રાઈફલ મેનને ખૂબ યાતના આપીને હત્યા કરવામાં આવી હતી. એજ રીતે ઉમર ફૈયાઝની પણ હત્યા કરવામાં આવી હતી.

 28 ,  3