ત્રીજી લહેરના ભણકારા : ગુજરાતમાં કોરોનાના 200ને પાર કેસ નોંધાયા

હવે સાચવજો, ક્યાંક બેદરકારી ભારે ના પડે, એકલા અમદાવાદમાં 100 કેસ

ગુજરાત આજે કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં અધધ 204 કોરોનાના કેસો સામે આવતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ આવતા આરોગ્ય વિભાગ ફરી સતર્ક થઈ ગયું છે. તો સામે ઓમિક્રૉનના કેસોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24 કેસ ઓમિક્રૉન વેરિયન્ટના બહાર આવતા ત્રીજી લહેરની શરૂઆતના ભણકારા વાગી ચૂક્યા છે.

રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

 84 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી