13 લોકોનાં મોત બાદ ફાઇઝર કંપની સામે સવાલ ઊભા થયા
કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાભરના અનેક દેશોમાં લોકોને રસી મૂકવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ફાઈઝર રસી અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. કારણ કે નોર્વેમાં સાઈડ ઈફેક્ટ બાદ 13 લોકોના મોત થયા છે.નોંધનીય છે કે ન્યૂયરના ચાર દિવસ પહેલા જ આ દેશમાં કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે અને અત્યાર સુધી 33 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.
નૉર્વેમાં જે લોકોના મોત થાય છે તેમાં બધા ની ઉંમર 80થી ઉપર છે અને કેટલાક તો 90 વર્ષના છે. બધા જ વૃદ્ધોના મોત નર્સિંગ હોમમાં જ થઈ છે અને પ્રાથમિક માહિતી અનુસાર વેક્સિનના કારણે પહેલા આ લોકોને સામાન્ય આડઅસર દેખાઈ અને ધીમે ધીમે તે ગંભીર થઈ ગઈ.
નૉર્વેમાં આ પ્રકારે થતી મોતના કારણે દુનિયાના ઘણા બધા દેશોએ તેની નોંધ લીધી છે. ચીને પોતાના દેશમાં સલાહ આપી છે કે જ્યાં જ્યાં ફાઇઝરની વેક્સિન વૃદ્ધોને આપવામાં આવી રહી હોય તેને રોકી દેવામાં આવે. બીજ તરફ હવે ફાઇઝરની આ વેક્સિન પર ગંભીર સવાલો પણ દુનિયાના વિવિધ દેશોમાંથી ઉઠી રહ્યા છે.
ડાઈરેક્ટર સ્ટેઈનાર મેડસેનએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોના મોત થયા છે તેમાંથી મોટાભાગના નબળા કે વૃદ્ધ હતા. જે નર્સિંગ હોમમાં રહેતા હતા. મૃતકોની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તેમાંથી કેટલાક 90 વર્ષથી વધુ ઉંમરના પણ છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે તેમાંથી કેટલાક લોકોને રસી અપાયા બાદ તાવ અને બેચેનીનો સામનો કરવો પડ્યો હશે. ત્યારબાદ તેઓ ગંભીર રીતે બીમાર થયા અને પછી તેમનું મોત થયું.
મેડસેને ભારપૂર્વક કહ્યું કે ‘આ કેસ દુર્લભ છે અને હજારો લોકોને કોઈ પણ ઘાતક પરિણામ વગર રસી મૂકાયેલી છે. તેનો અર્થ એ થયો કે જે લોકોના મોત થયા છે, તેઓ હ્રદય સંબંધિત બીમારી, ડિમેન્સિયા અને અન્ય અનેક ગંભીર બીમારીઓથી પીડિત હતા.’ તેમણે વધુમાં કહ્યું કે ‘ઓથોરિટી અત્યાર સુધી પુષ્ટિ કરાયેલા સાઈડ ઈફેક્ટના કેસથી ચિંતિત નથી. એ સ્પષ્ટ છે કે રસીનું કેટલાક બીમાર લોકોને બાદ કરતા ઓછું જોખમ છે.’
64 , 1