અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાતે ખૂન, 6 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની કરાઈ હત્યા : બેની ધરપકડ

વસ્ત્રાલમાં બદમાશોએ ગોળીબારી કરી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદના વસ્ત્રાલમાં ગઇકાલે થર્ટી ફસ્ટની રાતે હત્યાને બનાવ સામે આવ્યો હતો. જેમાં ફાયરિંગ કરી એક યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ભયનો માહોલ સર્જાયો હતો. સિક્યુરીટી ઓફિસમાં ફાયરીંગની ઘટના બની હતી. 6 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ, વધુ તપાસ હાથ ધરી હતી. હાલ આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાની વિગતો અનુસાર, થર્ટી ફસ્ટની રાત્રે વસ્ત્રાલમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે રાધે ચેમ્બર્સની ઓફિસ નંબર 203માં અર્પણ જયપ્રકાશ પાંડે (રહે. માધવપાર્ક વિભાગ-2, વસ્ત્રાલ) અને સુશીલ સિંહ રામવિલાસ સિંહ ઠાકુર (રહે. દેવીકૃપા ટેનામેન્ટ, વસ્ત્રાલ)એ જસવંતસિંહ રામનરેશસિંહ રાજપૂત (રહે. જયશ્રી ટેનામેન્ટ, અર્બુદાનગર, ઓઢવ) પર લાયન્સવાળી રિવોલ્વરથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં જસવંતસિંહ રાજપૂતને માથા, ગળા તથા શરીરના પાછળના ભાગે ગોળી વાગતાં મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર તથા છરો જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી મામલે હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અર્પણ પાંડેને મૃતક પાસેથી રૂપિયા 1 લાખ 80 હજાર લેવાના હતા. જે મામલે આજે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જસવંત મારુતિ સિક્યુરિટીમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો.  મોડી સાંજે થયેલા છ રાઉન્ડ ફાયરિંગમાં મૃતકને શરીરના પાછળના ભાગે માથાના ભાગે અને ગળાના ભાગે ઇજા પહોંચી છે. જેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસને જાણ થતાં જ બંને આરોપીઓને ઝડપીને તેમની વધુ પૂછપરછ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. 

 70 ,  1