Tata Groupની આ કંપનીએ કર્યો કમાલ, 50 હજારને બનાવ્યા 63 લાખ રૂપિયા

1 વર્ષમાં આ કંપનીના શેરમાં 380% થી વધુનું વળતર મળ્યું

વર્ષ 2021માં શેર બજારે જે રેસ લાગાવી છે છે હજુ સુધી અટકી નથી. ઘણા શેરોએ શાનદાર પ્રદર્શનથી તેમના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. આજે તમને એક આવી કંપનીના શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોની સંખ્યામાં 5 ગણો વધારો કર્યો છે.

આ કંપનીનું નામ તાતા એલેક્સી છે, ટાટા ગ્રુપની આ કંપની એક અગ્રણી ડિઝાઇન અને ટેકનોલોજી સર્વિસ પ્રોવાઈડર છે. આ કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 380% થી વધુનું વળતર મળ્યું છે. જ્યારે આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ 50 ટકા અને સેન્સેક્સે 60 ટકા વળતર આપ્યું છે.

2 જુલાઈ 2020ના શેરનો ભાવ 911 રૂપિયા હતો આજે એક વર્ષ પછી આ શેરની કિંમત 4400 રૂપિયા છે. એટલે કે આ સમગ્ર એક વર્ષના સમયમાં ટાટા એલ્ક્સીના શેરમાં 383 ટકા વળતર મળ્યું છે. 2 જુલાઈ, 2021 એટલે કે, આજના દિવસે આ શેર પણ 52 અઠવાડિયાની હાઈ સપાટીએ ગયો છે. આજે ઇન્ટ્રાડે દિવસમાં ટાટા એલ્ક્સીનો શેર પણ 4430 રૂપિયાની કિંમતે પહોંચી ગયો છે. આજે તેની માર્કેટ કેપ પણ 27,37,697 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આજે પણ, આ શેરમાં 3.5 ટકાથી વધુની તેડી સાથે ટ્રેડ કરી રહ્યો છે.

 84 ,  1