September 23, 2020
September 23, 2020

ભારત સાથે આ 5 દેશો પણ 15મી આૅગસ્ટે ઉજવે છે સ્વાતંત્ર્યદિન

વિશ્વના પાંચ દેશ એવા છે કે જેઓ ભારતની સાથે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવશે

ઈતિહાસની એક એવી તારીખ છે જે હિંદુસ્તાનવાસી ક્યારેય ભૂલતો નથી, આ તારીખ છે 15મી ઓગસ્ટ.  1947ની આ તારીખે ભારત દેશ બ્રિટિશરોની ધૂંસરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર  તરીકે ભારતનો ઉદય થયો હતો.

દેશવાસીઓ આ વર્ષે પોતાની આઝાદીની 74 મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઇ રહ્યા છે. લગભગ 200થી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળ્યાને 74 વર્ષ પૂરા થશે. પરંતુ કદાચ ઓછા લોકો જાણતા હશે કે વિશ્વના પાંચ દેશ એવા છે કે જેઓ પોતાનો સ્વતંત્રતા દિવસ ભારત સાથે 15 ઓગસ્ટે ઉજવે છે. તો ચાલો જાણીએ ભારત સિવાય આ કયા દેશો છે.

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરનારા દેશોના નામ છે – ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, કોંગો, બહેરીન અને લિક્ટેન્સિન.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ આઝાદ થયું હતું. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા આ વર્ષે તેમનો ૭6મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે.

કોંગો

રિપબ્લિક ઓફ કોંગોએ એક મધ્ય આફ્રિકન રાષ્ટ્ર છે જે 15 ઓગસ્ટ 1960ના રોજ આઝાદ થયું હતું. કોંગો આ રીતે પોતાનો 61મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. વર્ષ 1880થી કોંગો પર ફ્રાન્સનો કબજો હતો.

લિંચેસ્ટિન

યુરોપીય રાષ્ટ્ર લિંચેસ્ટિન પણ 15 ઑગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ દેશ વર્ષ 1866ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશો પૈકીનો એક છે.

બહેરિન

કોરિયાએ આ દિવસના રોજ યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી. બહેરીન 15 ઓગસ્ટ 1971ના દિવસે બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી પ્રા્પ્ત કરી હતી.

 168 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર