આ ક્રિકેટરને મળી કલર્સ ચેનલના પોપ્યુલર રીયાલીટી શોની ઓફર

કલર્સ ચેનલ પર પ્રસારિત થતા લોકપ્રિય ટીવી શો ‘બીગબોસ’ ની ૧૩મી સીઝન શરૂ થવાની વાતો ચાલી રહી છે ત્યારે આ વખતે આ શોના મેકર્સ નવી સીઝનમાં અલગ અલગ ક્ષેત્રના સેલીબ્રીટીઝને ભેગા કરવાનું આયોજન કરી રહ્યા છે.

તો બીજી બાજુ ‘ફીઅર ફેક્ટર:ખતરો કે ખિલાડી’ ની ૧૦મી સીઝન ની પણ ટૂંક સમયમાં રજૂઆત થનાર છે. આ બંને શો કલર્સ પર પ્રસારિત થવાના છે.

આ બંને શો ના મેકર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચુકેલા ક્રિકેટર યુવરાજસિંહનો સંપર્ક સાધ્યો છે. જો કે યુવરાજ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા બહાર આવી નથી પરંતુ શક્ય છે કે તે આ બંને માંથી કોઈ એક શોનો ભાગ બને.

આ પહેલા પણ યુવીને શોના મેકર્સ અપ્રોચ કરી ચુક્યા છે પરંતુ સતત ટુર્નામેન્ટસ ને લીધે તે ભાગ લઇ શક્યો નહી.

ખતરો કે ખિલાડી માટે યુવી સિવાય ‘યે હૈ મોહબ્બતેં’ ના એક્ટર કરણ પટેલ તેમજ ક્રિસ્ટલ ડિસોઝાના પણ નામ ચર્ચામાં છે.

 10 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર