અંધારામાં પણ વ્યક્તિની ઓળખાણ કરશે આ ડિવાઇસ : ડૉ. શિવાની વર્મા

આ ઈનોવેશન માટે DRDOની પ્રતિયોગિતામાં મળ્યું ફર્સ્ટ પ્રાઇઝ

આજના ઝડપી વિકસતા જતા યુગમાં અનેક શોધો થતી જ રહે છે .કંઈક નવું અને ઉપયોગી શોધાઈ તેવું ઇનોવેશન કરવા સતત પ્રયત્નો વૈજ્ઞાનિકો દ્વારા કરાતા હોય છે .આવામાં માહિતી એવી છે કે , નોઈડાની એક પ્રાઈવેટ યુનિવર્સિટીની વૈજ્ઞાનિકને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત એક પ્રતિયોગિતામાં ફર્સ્ટ પ્રાઈઝથી સમ્માનિત કરવામાં આવી છે.

મળતી સમગ્ર માહિતી અનુસાર ,યુનિવર્સિટીએ જણાવ્યું કે, આ વૈજ્ઞાનિકે બનાવેલા ડિવાઇસથી ચહેરો ઢાંકેલો હોય અથવા અંધારુ હોય તો પણ શારીરિક રચનાથી કોઈ વ્યક્તિને ઓળખવામાં મદદ મળી શકે છે. એમિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીની ડૉ. શિવાની વર્માએ એક ઈનોવેટીવ કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. જેમણે DRDOના “ડેર ટુ ડ્રીમ 2.0” ઈનોવેટીવ કન્સેપ્ટમાં શારીરિક રચના પર આધારિત કોઈ વ્યક્તિને ઓળખવાનો કન્સેપ્ટ રજૂ કરીને પુરસ્કાર જીત્યો હતો.

નોંધનીય છે કે ,DRDOની વેબસાઈટ પર કરેલ પરિણામોની ઘોષણા અનુસાર, ડૉ. વર્મા પ્રતિયોગિતા જીતનાર ટોપ 5 વિજેતાઓમાંથી એક છે. આ કન્સેપ્ટ ઈન્ટેલિજેન્ટ ઈન્ફેરન્સિંગ રેકોગ્નિશન સિસ્ટમ પર બનાવવામાં આવ્યો છે, જે વ્યક્તિની શારીરિક રચનાના આધાર પર વ્યક્તિને ઓળખવામાં મદદ કરે છે. જ્યાં બાયોમેટ્રિક અને ફેસ રેકોગ્નિશન ટેકનોલોજી ઉપલબ્ધ નથી હોતી, તે પરિસ્થિતિઓમાં આ કન્સેપ્ટ ખૂબ જ લાભદાયી છે.

આ બાબતે એમિટી યુનિવર્સિટીએ જણાવ્યું કે, “જેમાં સ્કેલેટેલ ડેટા, ચાલ, ફેસ રેકોગ્નિશન અને મૂવમેન્ટ પેરામીટરને ધ્યાનમાં રાખતા આ એક ઈનોવેટીવ સોલ્યુશન છે, જેમાં કોઈ વ્યક્તિ અંધારામાં ફરી રહી છે તો પણ તેને ઓળખી શકાય છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “કોઈ પણ પ્રકારનો પહેરવેશ હોય, ચહેરાને ઢાંકેલો હોય કે ફિંગરપ્રિન્ટમાં ફેરફાર કર્યો હોય, તેમ છતાં વ્યક્તિની ઓળખ કરી શકાશે. જેથી ઈન્ટેલિજેન્સ એજન્સી, ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન, પોલીસ વગેરે દ્વારા કોઈપણ વ્યક્તિને ઓળખવા માટે ખૂબ જ સચોટ દ્રષ્ટિકોણ રહેશે.”

મહત્વનું છે કે ,આ ઈનોવેશનથી દેશની સુરક્ષા એજન્સીઓને કામ કરવામાં મદદ મળશે. ડૉ. વર્માએ આ ઈનોવેશન કરીને દેશની સુરક્ષામાં તેમનું યોગદાન આપ્યું છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર