September 23, 2021
September 23, 2021

માત્ર 7 રુપિયામાં 100 કિ.મી ચાલે છે આ ઈલેક્ટ્રિક બાઈક…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા ઈલેક્ટ્રિક વ્હીકલને મળશે વેગ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે જેને પગલે ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી માંગને જોતા તમામ કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટર, બાઈક અને કારને લોન્ચ કરવાનું શરૂ કરી દીધુ છે. જેમાં ઘણા નવા સ્ટાર્ટઅપ પણ શામેલ છે.

આજે અમે તમને એક ઈલેક્ટ્રિક બાઈક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘણી ઓછી કિંમતોમાં દમદાર રેન્જ અને સ્ટાઈલ આપે છે. અમે વાત કરી રહ્યા છીએ હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની Atumobile પ્રાઈવેટ લિમિટેડના ઈલેક્ટ્રિક બાઈક Atum 1.0 વિશે.

કંપનીએ આ ઈલેક્ટ્રિક બાઈકને 2020માં લોન્ચ કર્યું હતું. આ બાઈકની શરૂઆતી કિંમત 49,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બાઈકને ખરીદવા માટે તમે કંપનીની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને બુક કરી શકો છો. કંપની સમ્રગ દેશમાં ડિલિવરી કરી રહી છે.

આમ તો આ ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆતી કિંમત 49,999 રૂપિયા છે. પરંતુ જો તમે તેને દિલ્હીમાં ખરીદી રહ્યા છો તો તેના માટે તમારે 54,442 રૂપિયા ચુકવવાના રહેશે. તેની ઓન રોડ કિંમતમાં આરટીઓની ફી 2,999 રૂપિયા અને ઈન્શ્યોરન્સ ફી 1,424 રૂપિયા શામેલ છે. આ ઉપરાંત આ બાઈકની કિંમત દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ થઈ શકે છે. કંપનીએ જણાવ્યા અનુસાર એક તે ખૂબ જ દમદાર ઈલેક્ટ્રિક બાઈક છે. જે આ સેગમેન્ટમાં સૌથી વધારે સસ્તી પણ હશે. આ બાઈકમાં કંપનીએ 47V, 27Ahની પોર્ટેબલ લિથિયમ ઓયન બેટરી પણ આપી છે. જેની સાથે 250 વોટની ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે.

આ ઈલેક્ટ્રિક બાઈકને ફૂલ ચાર્જ થવામાં 3થી 4 કલાકનો સમય લાગે છે. કંપનીએ જણાવ્યા અનુસાર બાઈક એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ 100 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. જેમાં તમને 35 કિમી પ્રતિકલાકની ટોપ સ્પીડ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બાઈકની ટોપ સ્પીડને 35 કિલોમીટર પ્રતિ કલાકની છે. જેથી તમારે આ બાઈક ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડી શકે છે.

કંપનીની તરફથી આ લિથિયમ આયન બેટરી પર 2 વર્ષની વોરન્ટી આપવામાં આવી રહી છે. આ બાઈકમાં આપવામાં આવેલી બેટરીનું કુલ વજન 6 કિલોગ્રામ છે. કંપનીનો દાવો છે કે આ બેટરીને ચાર્જ થવામાં ફક્ત 1 યુનિટ વિજળીનો ખર્ચ આવે છે. જેના અનુસાર તેને એક વખત ચાર્જ કરવામાં ફક્ત 7 રૂપિયાનો ખર્ચ આવશે જેમાં તે 100 કિલોમીટરની એવરેજ આપશે.

 124 ,  1