આ પરિવારને 500 રૂપિયાનું મરચું 1.16 લાખમાં પડ્યું…

પરિવારને ઓનલાઈન મરચું ખરીદવું ભારે પડ્યું..!

શહેરના નારોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર સાઈબર ક્રાઈમનો ભોગ બન્યો છે. 500 રૂપિયાનું ઓનલાઈન મરચું 1.16 લાખમાં પડતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા છે. દીકરાના લગ્ન માટે લોન લીધી હતી. જે ઓન લાઇન ઠગાઇનો ભોગ બનતા પરિવારે લગ્ન પણ અટકાવી દીધા છે. ત્યારે આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ છે.

 નારોલમં રહેતા રમેશભાઈ ભાવસારે 9 માર્ચના રોજ રમેશભાઈએ ઓનલાઈન રૂ 500નું  એક કિલો લાલ મરચુ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો. 13 માર્ચના રોજ ઘરે મરચુ આવ્યુ પરંતુ એક કિલોના બદલે 500 ગ્રામ આવ્યુ હતુ. જેથી એક કિલોના પૈસા લીધા હોવા માટે 250 રૂપિયા પરત મેળવવા રમેશભાઈએ ગુગલ સર્ચથી હેલ્પલાઈન નંબર મેળવીને સંપર્ક કર્યો. પરંતુ તેમનો ફોન ઠગોને લાગ્યો. આ ઠગ ટોળકીએ પૈસા પરત આપવાના નામે એટીએમનો નંબર અને ઓટીપી મેળવી લીધો અને ત્રણ વખત ટ્રાન્જેકશન કરીને રૂ 1.16 લાખ ઉપાડી લીધા.

ભાવસાર પરિવારે છેતરપિંડીને લઈને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી છે, આરોપીઓ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો ડેટા મેળવીને ઠગાઇ આચરી હતી. ઠગાઇનો ભોગ બનેલા પરિવારે દિકરાના લગ્ન માટે લોન લીઘી હતી. જો કે લોકડાઉન આવતા લગ્ન ન થઇ શક્યા. અને બેન્કમા પૈસા સુરક્ષિત રહેશે તેવુ વિચારીને પરિવારે બેન્કના ખાતામા પૈસા જમા રાખ્યા. હાલ પરિવારને રોવાનો વાળો આવ્યો છે. તો બીજી તરફ સાયબર ક્રાઈમને પૈસા પરત મળે તેવી આજીજી કરી રહયો છે.

 312 ,  1