આને કહેવાય ફરજ નિષ્ઠા-આવ રે વરસાદ, હું ભલી અને મારી ફરજ ભલી ….સલામ !

સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ઝરમર વરસાદ શરૂ થાય કે શહેરના ચાર રસ્તે ઉભેલા ટ્રાફીક પોલીસના જવાનો આમ-તેમ આઘા-પાછા થઈ જાય છે.ટ્રાફીકનુ સંચાલન જાણે કે મેધરાજાને સોંપી દેવામા આવે છે પરંતુ ગુજરાતના એક શહેરમાં જ્યારે મેધરાજા મનમુકીને વરસ્યા.

ચાર રસ્તે ટ્રાફીક અટવાયો પરંતુ ફરજ પર તૈનાત એક મહિલા પોલીસ રાધાબેન ગોરધનભાઈ ડાભી વરસતા વરસાદમા પોતાને બચાવવા માટે આમ-તેમ આઘા-પાછા થવાને બદલે અડીખમ ઉભા રહ્યાં તેવો વરસાદમાં પલળતા રહ્યાં અને હાથમાં પ્લાસ્ટિકનો દંડો લઈને ટ્રાફીક નિયમનનું પાલન કરાવ્યું.

એક સ્થાનિક અખબારે જૈનિલ જોષી નામના યુવાને લીધેલી આ તસ્વીર પ્રસિધ્ધ કરીને રાધા ડાભીને માન-સન્માન આપ્યુ તેમાં www.netdakiya.com પણ ઉમેરો કરીને આ ફરજ નિષ્ઠ મહિલા પોલીસ કર્મીના જોમ-જુસ્સાને કરે છે સલામ….

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી