આ રીતે વધે છે મોટાપો..! જાણો તેનાથી બચવાના યોગ્ય ઉપાયો

મોટાપા દુર કરવાની સરળ ટીપ્સ, અજમાવો આ ઉપાય – ન્યુટ્રીશન સાચી નાયક

મોટાપા ખતરાની ઘંટી… મોટાપા લાઇફસ્ટાઇલથી જોડાયેલી પરેશાની નથી પરંતુ લોકોની જીંદગીમાં ખતરો બની ગઇ છે. એક રીસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે સમય સાથે જો લોકો એલર્ટ નહીં થાય તો 2050 સુધીમાં દુનિયાની અડધી વસ્તી મોટાપાની ઝપેટમાં આવી જશે..

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને અનિયમિત ખોરાક મોટાપોનો શિકાર બનાવી આપે છે. શરૂઆતમાં આ આપણને સામાન્ય વાત લાગે છે પરંતુ ધીરે ધીરે આ મોટાપાને કારણે ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ શરીરમાં પ્રવેશે છે. મોટાપાથી બચવા માટે અથવા દુર કરવા માટે ઘણા લોકો અલગ અલગ ઉપાયો કરે છે પરંતુ તમને જણાવી દઇએ કે મોટાપાના પણ ઘણા પ્રકાર હોય છે જેના માટે અલગ અલગ ઉપાય હોય છે. જો તમે ખોટો ઉપાય ઉપયોગ કરો છો તો સ્વસ્થ થવાને બદલે તમે વધુ પણ બીમાર પડી શકો છો. તો આવો જાણીએ ન્યુટ્રીશન સાચી નાયક દ્વારા જણાવેલ અલગ અલગ રીતના મોટાપા વિશે અને તેના ઇલાજનો યોગ્ય રસ્તો..

એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2050માં દુનિયાની અડધી વસ્તી મોટાપાનો શિકાર બનશે જેના જવાબમાં સાચી નાયકે જણાવ્યું છે આવી ઘણી રીપોર્ટ સામે આવી છે. જે રીતે લોકોમાં મોટાપાનો શિકાર બની રહ્યા છે તે નવાઇની વાત નથી. પરંતુ મોટાપાની સાથે અલગ અલગ બીમારીઓ શરીરમાં જન્મ લેશે તે ચિંતાનો વિષય છે.

સાચીના જણાવ્યા મુજબ, શરીરમાં વધારે માત્રામાં ચરબી જમા થવાથી શરીરના માળખા અને બંધારણનાં ફેરફાર આવે છે. વધુ મોટાપાને કારણે વ્યકિત સ્વાસ્થ્ય માટે જોખમકારક બની રહે છે. ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારી વ્યાપક બની રહી છે. તેવા સંજોગોમાં મનો વિજ્ઞાાનની દ્રષ્ટિએ તારણ એવું નીકળે છે. મોટાપા ધરાવતા લોકો પર કોરોનાની વધુ તીવ્ર અસર જોવા મળે છે.

વ્યકિતનો બોડી માસ્ક ઇન્ડેકસ જો ૧૮ થી ૨૩ની વચ્ચે હોય તો સામાન્ય કરી શકાય પરંતુ જો ૨૩ થી વધે તો ઓવરવેઇટ ૩૦ થી વધુ હોય તો ઓબીસીટી અને ૩૫ થી વધે તો મોરબિડ ઓબીસીટી અને ૪૦થી વધે તો સુપર ઓબેસીટી કહેવામાં આવે છે. સુપર ઓબેસીટીમાં વજન કંટ્રોલ કરવું વધુ અઘરૂ હોય છે. જેમાં શરીરના અને ભાગો નબળા પડતા જાય છે અને ચરબીનું પ્રમાણ વધતું જાય છે. જેના કારણે શરીરના સ્વાથ્ય પર પડે છે.

મોટાપા પાછળનું કારણ શું છે..? નેચરલ હોર્મોન અને લાઇફસ્ટાઇલ.. આ ત્રણ કારણ જવાબદાર છે. નેચરલની વાત કરવામાં આવે તો પહેલાના જમાનામાં અને અત્યારના સમયમાં ઘણો બદલાવ છે. હાલના સમયમાં લોકોને ખાવા પીવામાં કોઇ સમય નથી. જેના કારણે શરીરની જીન્સની પ્રક્રિયામાં ફેરફાર થાય છે. જેના કારણે ચરબીનું પ્રમાણ વધતું જાય છે. તેમણે કહ્યું કે ખાવાની વસ્તુમાં મુખ્યત્વે પ્રોટિન, ફેટ અને કાર્બોહાઇટ હોય છે. જેમાં સૌથી ખતરનાક કાર્બોહાઇટ ફાસ્ટ ફૂડમાં હોય છે. જેના કારણે બોડીનું મેન્ટેન જળનાતું નથુ.અને ચરબીનું પ્રમાણ વધુ જાય છે. ખાવાપીવામાં પોષકતત્વોની કમીના કારણે મોટાપા વધે છે. વધારે પડતા ફળો ખાવા તે ફાયદાકારક છે.

ન્યુટ્રીશન સાચીએ કહ્યું કે, ઉંઘની કમી પણ મોટાપા માટે જવાબદાર છે. વધુ લેટ સૂવવાથી શરીરના હોર્મોન્સ ચેન્જ થતાં હોય છે. જેના કારણે રાતે જમ્યા હોય તે વસ્તુ ડિપોઝિટી થઇ જાય છે.

બાળકો પણ મોટાપાનો બને છે શિકાર 

અત્યારના સમયમાં માત્ર મોટી ઉંમરના લોકો જ મોટાપાનો શિકાર બને છે એવું નથી, પરંતુ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ અંગે ડોક્ટર સાચીએ જણાવ્યું છે કે, સૌથી પહેલાં તમે પોતાના બાળકોના ખાન-પાન પર પૂરતું ધ્યાન આપો. તેના માટે તેમનું ભોજન ડાયટ પોષક તત્ત્વોથી ભરપૂર હોવું જોઇએ. તેમને એક જ દિવસમાં ૧૮૦૦થી ૨૨૦૦ની વચ્ચે કેલરી મળે તે પ્રકારનો ખોરાક આપો. છોકરાઓને થોડી વધારે પ્રમાણમાં કેલેરી આપો.

પેકિંગ ફૂડ પણ તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઇ શકે છે. સાથે જ જેના પર લો કેલેરી લખેલ હોય તે પણ તમારે એવોઇડ કરવું જોઇએ. કારણ કે એ ચીજવસ્તુઓમાં ઘણા એવા તત્ત્વો પણ હોય છે જે હેલ્થ માટે સારા નથી હોતા.

બાળકને રમવા માટે, દોડવા માટે, સાઇકલ ચલાવવા માટે અથવા સ્વિમિંગ માટે મોકલો. ક્યારેય પણ બાળકો પર ભણતરનો બોજ ન નાખો. કારણ કે એક જ જગ્યા પર બેસી રહેવાથી કેલરી જલદી બર્ન થતી નથી. તેથી હંમેશાં બાળકને ચાલતા અને ફરતા રહેવા માટે પ્રોત્સાહીત કરો. જેથી બાળકો દોડા દોડી કરીને પોતાની કેલરી બર્ન કરે.

બાળકોને ઘરે બનાવેલ પોષ્ટિક ખોરાક જ ખવડાવો. ભૂખ લાગે ત્યારે તેને ફ્રાઇ સ્નેક્સની જગ્યા પર ફૂડ, દહીં વગેરે પોષ્ટિક વસ્તુઓ આપો. બાળકોની ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાંથી પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ અને વિટામિન વધારે પ્રમાણમાં હોય.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – 

જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

ખાનપાન સંતુલિત રાખો – 

જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

મધ છે ફાયદાકારક – 

મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.

ગ્રીન ટી પણ મદદ કરશે – 

તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

સવાર-સાંજ ચાલો – 

તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

વધુ જાણકારી માટે સોશિયલ મીડિયામાં સંપર્ક કરે..

  • (saanchisnayak) (ઇન્સ્ટાગ્રામ)
  • Saanchis Nutrition Hub (યુટ્યુબ)
  • saanchisnayak (ફેસબુક)

 92 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર