વિચિત્ર કિસ્સોઃ વિશ્વમાં 30મો અને ભારતમાં આ છે બીજો કિસ્સો…

અત્યાર સુધી વિશ્વમાં મેડિકલ સાયન્સમાં અનેક અનોખા કિસ્સાઓ જોવા મળ્યા છે.જોકે, કેટલાક દુર્લભ કિસ્સાઓ સામાન્ય વ્યક્તિઓ સહિત તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. અમદાવાદ સિવિલમાં આવો જ એક દુર્લભ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ત્રણ માસના બાળકને જન્મથી બે લિંગ હતા. જન્મથી જ બે ગુપ્તાંગ હોવાનો આ દેશનો બીજો અને ગુજરાતનો સૌપ્રથમ કેસ છે.

તબીબો માટે માસૂમ બાળકનું એક લિંગ દૂર કરવા તેમજ પુંઠના ભાગે ગાંઠને દુર કરી સામાન્ય જીવન આપવાનો મહત્વનો પડકાર હતો. સિવિલ હોસ્પિટલમાં બાળક પર સફળ સર્જરી કરાઈ છે અને બાળકનું વધારાનું લિંગ દૂર કરવામાં આવ્યું હતું.

જામખંભાળિયાના રોહનભાઇની પત્નીએ બે દિકરી બાદ ત્રણ મહિના પહેલાં જ દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાના જન્મની ખુશી સાથે પરિવાર આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો. કેમ કે, દિકરાને બે ગુપ્તાંગ અને પુઠના ગાંઠ હતી. જેથી શિશુને જામનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. જ્યાં મેડિકલ ટેસ્ટ બાદ સર્જરી કરાવવા બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું.

જેથી પરિવાર ત્રણ મહિનાના બાળકને લઇ સિવિલ આવ્યા હતા અને પિડિયાટ્રીક સર્જરી વિભાગમાં દાખલ થયા હતા. દાખલ થયા બાદ પિડિયાટ્રીક વિભાગના સિનિયર તબીબએ બાળકની તપાસ કરાવી હતી અને એમઆરઆઇ સહિતના ટેસ્ટ કરાવ્યા હતા. ત્યારબાદ બાળકની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળક ત્રણ જ મહિનાનું હોવાથી એનેસ્થેસિયા આપવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડે તેમ હતું. જો કે, એનેસ્થેસિયાના ડોકટરોએ સતત મોનેટરીંગ કરી એનેસ્થેસિયા આપ્યો હતો. ત્યારબાદ ડો.જયશ્રી રામજી અને પિડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરી બાળકીની સફળ સર્જરી કરી હતી.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી