September 21, 2020
September 21, 2020

કોરોના સમયના આ છે ચોકલેટના ગણપતિ..! સોમનાથ મહાદેવને અર્પણ

વેરાવળની આ મહિલાએ બનાવ્યા ચોકલેટમાંથી અનોખા ઇકો ફ્રેન્ડલી ગણપતિ 

ગણેશ ચતુર્થી પર ઈકો ફ્રેન્ડલી મૂર્તિયો બનાવનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. આ કામમાં મહિલાઓ પણ ઘણી આગળ છે. ત્યારે વેરાવળમાં કિર્તીદા ગોપલાણી નામની એક મહિલાએ ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે ચોકલેટનો ઉપયોગ કર્યો છે. જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

કોરોનાને કારણે આ વખતે ગણપતિના પંડાલ નહીં હોવાથી લોકો વધુ પ્રમાણમાં ઘરે ગણપતિનું સ્થાપન કરી રહ્યા છે. આ ઘર ગણપતિમાં પણ જુદી જુદી વિશેષતા જોવા મળી રહી છે. ત્યારે વેરાવળમાં બેકરી આઇટમના ક્લાસિક ચલાવતી મહિલા કિર્તીદા ગોપલાણીએ ચોકલેટના ગણપતિ બનાવ્યા છે. આ ગણપતિ બનાવવા માટે બે કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગણપતિના વાઘા અને શણગાર પણ ચોકલેટ મટિરિયલમાંથી જ બનાવવામાં આવ્યા છે.

કિર્તીદા ગોપલાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ચોકલેટના ગણપતિ બનાવું છું. ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ગણપતિની સ્થાપના તેમજ વિસર્જન કરવાની મનાઈ હોવાથી લોકો મૂંઝવણ અનુભવતા હતા. ત્યારે મારા પિતાના માર્ગદર્શન હેઠળ પ્રદૂષણ ન થાય તેમજ આસ્થા જળવાઇ રહે તે માટે એક નવી રાહ ચિંધી ચોકલેટના ગણપતિ બનાવવાનું નક્કી કર્યું.

કિર્તીદા ગોપલાણીએ ચોકલેટના ગણપતિજીની 7 ઇંચની મૂર્તિ બનાવી હતી. આ ગણપતિની મૂર્તિ તેમણે ગણેશ ચર્તુર્થીના પાવન પ્રસંગે સોમનાથ મંદિરને અર્પણ કરી હતી.

પર્યાવરણ-સ્વચ્છતાનો સંદેશ આપતાં કિર્તીદા ગોપલાણીએ ચોકલેટના બનાવેલા બે ગણપતિની મૂર્તિઓ સોમનાથ મંદિરને અર્પણ હતી.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મૂર્તિ સ્વીકાર્યા બાદ જણાવ્યું હતું કે ચોકલેટના આ ગણપતીઓ સાત ઇંચના લંબાઇ અને પહોળાઇ પાંચ ઇંચની અને કાચના બોક્સમાં રાખી દર્શન માટે બિરાજમાન રખાયા. બાદમાં ભક્તોને પ્રસાદ રૂપે અપાશે

 246 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર