વાડ ચીભડા ગળે તે આનું નામ – બેન્કના મેનેજરે જ કરી ચોરી..!

રદ થયેલા સરકારી ચેક વટાવીને નાણાં હડપ કર્યા..

પોલીસે બિહાર સરકારના રદ થયેલા ચેકમાં ચેડાં કરીને બેન્કમાંથી 3.60 કરોડ રૂપિયા ઉપાડી લેવા બદલ રાષ્ટ્રીયકૃત બેન્કના બ્રાન્ચ મેનેજર ઉપરાંત એના એક મહારાષ્ટ્રવાસી સાગરિતને ઝડપી લીધા છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ નાસતા ફરે છે.

મળતી માહિતી મુજબ ,રાયપુરની કેનેરા બેન્કના બ્રાન્ચ મેનેજર આલોકકુમાર વર્મા (38) તથા નાગપુર ના સુહાસ હરીશચંદ્ર કાલે (32) ની પોલીસે અટકાયત કરી છે, જ્યારે મહારાષ્ટ્રના શમીમ, અયજાઝ અને રમેશ ઠાકરે નામના એમના સાગરિતો ભાગતા ફરે છે.પોતાને રીઅલ એસ્ટેટ પેઢીના નિયામક ગણાવીને કાલેએ રદ થયેલા ચેક સાથે ચેડાં કર્યા બાદ અન્ય આરોપીઓની મદદથી એનો ઉપયોગ કરીને બેન્કની તારિબાન્દ શાખામાંથી 3.60 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.

મહત્વનું છે કે ,આરોપીઓએ બિહાર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, પટણા અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ, પટણાના રદ થયેલા ચેક સાથે થેડાં કર્યા હતાં.

વધુમાં ,આ સરકારી વિભાગોના બેન્ક- ખાતામાંથી પૈસા ઊપડી ગયા બાદ એમણે બેન્કને જાણ કરી હતી કે એમણે કોઇ રીઅલ એસ્ટેટ પેઢીને ચેક આપ્યો નથી.ઠગાઇના બનાવની જાણ થતાં બેન્કના મદદનીશ જનરલ મેનેજરે અમાનાકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે .

 44 ,  1